1. Home
  2. revoinews
  3. NIMCJના વિદ્યાર્થીઓ ‘ASCI’ પાસેથી નૈતિકતાપૂર્ણ જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની તાલીમ લેશે
NIMCJના વિદ્યાર્થીઓ ‘ASCI’ પાસેથી નૈતિકતાપૂર્ણ જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની તાલીમ લેશે

NIMCJના વિદ્યાર્થીઓ ‘ASCI’ પાસેથી નૈતિકતાપૂર્ણ જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની તાલીમ લેશે

0
Social Share
  • NIMCJના વિદ્યાર્થીઓ ‘ASCI’ પાસેથી જાહેરખબર નિર્માણ પ્રક્રિયાની લેશે તાલીમ
  • NIMCJએ ઇ-લર્નિંગ પ્રોગ્રામ સંદર્ભે ASCI સાથે કર્યા એમઓયુ
  • વિદ્યાર્થીઓને જાહેરખબર નિર્માણ-માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ અપાશે

અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ). એ એડવર્ડટાઇઝિંગ સ્ટાન્ડર્ડસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) સાથે જાહેરખબર નિર્માણ અને માર્કેટિંગ કમ્યુનિકેશનના વિવિધ પાસાઓની તાલીમ આપતા ઇ-લર્નિંગ પ્રોગ્રામના સંદર્ભે એમઓયુ કર્યા છે. એન.આઇ.એમ.સી.જે ગુજરાતની પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા છે અને ASCI એ જાહેરખબર ઉદ્યોગની એક સ્વાયત નિમંત્રણ સંસ્થા છે.

આ ઇ-લર્નિંગ પ્રોગ્રામમાં ASCIના જાહેરખબર નિષ્ણાતો દ્વારા પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને જાહેરખબરોમાં નૈતિકતાના ધોરણો પર વિશેષ ભાર મુકવામાં આવશે. આ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર જારી કરવામાં આવશે.

આ અંગે વિશેષ વિગતો આપતા એન.આઇ.એમ.સી.જેના નિયામક ડૉ. શિરીષ કાશીકર અને પ્રોગ્રામ કો.ઓડીનેટર ડૉ.શશીકાંત ભગતે જણાવ્યું હતું કે, “ગુજરાત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોનું હબ છે. બધા જ ઉદ્યોગ ધંધાઓને પોતાના ઉત્પાદનો, બ્રાંડ અને સેવાઓનો નૈતિકતાના ધોરણોનું પાલન કરીને જાહેરખબર કરવાનો અધિકાર છે. ગુજરાતમાં જાહેરખબર ક્ષેત્રના વિકાસની ગતિને જોતા આ અભ્યાસક્રમ સમયની માંગ છે.”

ASCIના સેક્રેટરી જનરલ શ્વેતા પુરંદરેએ જણાવ્યું હતું કે, “ગુજરાતની આ પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા સાથે જોડાણ કરવામાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ. શિક્ષણ, કૌશલ્યવર્ધન અને જાહેરખબર ક્ષેત્રોમાં કામ કરતા આશાસ્પદ વ્યવસાયિકોને પ્રોત્સાહન આપવું એ ASCIનું મુખ્ય કાર્ય છે. અને તે સંદર્ભે આ ઇ-લર્નિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. નવા સમયમાં જાહેરખબર ઉદ્યોગને નવી કૌશલ્યવર્ધિત પ્રતિભાઓની વધુ જરૂરીયાત રહેશે, અમે આ જોડાણ થકી એ પૂરી કરવા પ્રયત્ન કરીશું.”

(સંકેત મહેતા)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code