- આજથી ગીર રાષ્ટ્રીય અભ્યારણમાં આવેલા લાયન સફારી પાર્કને ફરી ખુલ્લુ મૂકાયું
- મુલાકાતીઓએ અનલોક 5.0ની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે
- આજે પ્રથમ દિવસે જ 36 ઑનલાઇન પરમિટ આપવામાં આવી હતી
જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતું ગીર રાષ્ટ્રીય અભ્યારણમાં હવે વનવિભાગ દ્વારા 2 લાયન સફારી પાર્ક 6 મહિના બાદ ફરી શરૂ કરવામાં આવ્યા છે. આજથી ફરી આ લાયન સફારી પાર્કના દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. સાસણના DFO મોહન રામ દ્વારા સફારી પાર્કની મુલાકાત માટે આવેલા પ્રવાસીઓની લીલી ઝંડી બતાવી ફરીથી આ સુવિધા પૂર્વવત કરવામાં આવી છે.
ગીર લાયન સફારીની મુલાકાત લેવા માટે પ્રવાસીઓને ઓનલાઇન પરમીટ આપવામાં આવશે. પરમીટ સાથે કેન્દ્ર સરકારે આપેલી અનલોક 5.0ની તમામ ગાઇડલાઇન્સનું મુલાકાતીઓએ પાલન કરવાનું રહેશે. આજે પ્રથણ દિવસે 36 ઑનલાઇન પરમિટ આપવામાં આવી હતી.
હાલ મુલાકાતીઓ માટે સાસણ અને દેવળિયા એમ બે સફારી પાર્ક મુલાકાતીઓ માટે કાર્યરત છે. મુલાકાતીઓ માટે ટિકિટ કાઉન્ટરથી લઇની જીપ્સીમાં પ્રવાસ માટે નિયત સંખ્યામાં નક્કી કરાયેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
આ અંગે જાણકારી આપતા સાસણના ડી.એફ.ઓ મોહન રામે જણાવ્યું હતું કે સામાન્યપણે દર વર્ષે સિંહોના સંવવન કાળ દરમિયાન 4 મહિના માટે સફારી પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવે છે. જો કે. વર્ષે કોરોના કાળના સંકટને કારણે 17મી માર્ચથી સફારી પાર્કના કમાડ બંધ કરી દેવામાં આવ્યા હતા. આજે 6 મહિના બાદ ફરીથી સફારી પાર્કની શરૂઆત કરવામાં આવી છે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ મુલાકાતીઓને પ્રવેશ અપાશે
મહત્વનું છે કે, સાસણ ગીરની આસપાસ મુલાકાતીઓ માટે 100 કરતાં વધુ રિસોર્ટ લાયન સફારી પાર્કના કારણે વિકસ્યા છે. જો કે લોકડાઉનના કારણે હમણાં રિસોર્ટ બંધ હતા પરંતુ હવે ફરી સફારી પાર્ક ખુલવાને કારણે આ રિસોર્ચ સંચાલકો પણ ફરીથી મુલાકાતીઓના આગમનની આશા વ્યક્ત કરી રહ્યા છે.
(સંકેત)