1. Home
  2. revoinews
  3. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી અંગે ચૂંટણી પંચનું જાહેરનામું જાહેર, જાણો વિગતો
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી અંગે ચૂંટણી પંચનું જાહેરનામું જાહેર, જાણો વિગતો

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી અંગે ચૂંટણી પંચનું જાહેરનામું જાહેર, જાણો વિગતો

0
Social Share
  • ગુજરાતમાં 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી
  • ચૂંટણી પંચે ચૂંટણીને લઇને જાહેરનામું કર્યું જાહેર
  • આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે અને 19 તારીખે ફોર્મની ચકાસણી થશે

ગાંધીનગર:  ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચે આ ચૂંટણીને લઇને જાહેરનામું જાહેર કર્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કોરનાની ગાઇડલાઇન પણ નક્કી કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણીને લઇને જાહેરાત કરવામાં આવી છે. આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે 19 તારીખે ફોર્મની ચકાસણી થશે.

ચૂંટણી પંચે કરેલી જાહેરાત

  • આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે
  • 19 તારીખના રોજ ફોર્મની ચકાસણી કરાશે
  • ઉમેદવાર ફોર્મ ભરવા જાય ત્યારે 2 વ્યક્તિ સાથે રહી શકે
  • શનિવાર અને રવિવાર જાહેર રજાના દિવસે ઉમેદવાર ફોર્મ સ્વીકારાશે નહીં
  • રોડ શોમાં 5 વ્હીકલને જ પરમિશન અપાશે
  • ડોર ટુ ડોર કેમ્પઇનમાં 5 વ્યક્તિ હાજર રહી શકે છે
  • ચૂંટણીનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યાનો રહેશે

વિધાનસભાની સ્થિતી 
ભાજપઃ 103
કોંગ્રેસઃ 65
બીટીપીઃ 02
એનસીપીઃ 01
અપક્ષઃ 01
કુલ બેઠકોઃ 182

મહત્વનું છે કે, ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. 3 નવેમ્બરે 8 બેઠકો માટે મતદાન થશે. ત્યારબાદ 10 નવેમ્બરે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. ગુજરાતની 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ગઢડા, કરજણ, ધારી, કપરાડા, ડાંગ બેઠક પર મતદાન યોજાશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code