SOU ખાતે પ્રવાસીઓ માટે નવું નજરાણું, જોવા મળશે 5 લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી
- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની PM મોદી 31મી ઑક્ટોબરે મુલાકાત લેશે
- PM મોદીના આગમન પૂર્વે વિશાળ પરિસરસમાં 5 લાખથી વધુ ફૂલોનો ગાર્ડન બની રહ્યો છે
- 29મી ઑક્ટોબરથી આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે
કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની PM મોદી 31મી ઑક્ટોબરના રોજ સંભવિત મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે દિવસે એકતા દિનની ઉજવણી કરવા આવવાનાં છે. પીએમ મોદીના આગમન પહેલા હાલમાં ત્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક વિશાળ પ્લોટમાં આશરે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોનો ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાવર વેલી પ્રવાસીઓ માટે એક નવું નજરાણું બની રહેશે.
આ ફ્લાવર વેલીના નિર્માણ માટે બેંગ્લોર, કાશ્મીરથી માંડી વિદેશી પણ જાતજાતના ફૂલો લાવવામાં આવ્યા છે. જેને કાયમ માટે અહીં રાખવામાં આવશે. કેવડિયા ખાતે મુંબઇ, બેંગ્લોર, અમદાવાદ અને લંડન અને અમેરિકામાં થતા ફ્લાવર શોની જેમ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના આગમન પહેલા 29મી ઑક્ટોબરથી આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે.
Kevadia becomes a ‘Land of Billion Lights’ at night. 25sq km area around #StatueofUnity illuminated with extraordinary lighting. Come & see the world’s tallest statue,Stay the night to enjoy spectacle of lights.What an extraordinary gift Hon @PMOIndia has given to nation @CMOGuj pic.twitter.com/BPdIIBSCWo
— Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) October 20, 2020
આપને જણાવી દઇએ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આગામી 27 ઑક્ટોબરથી 2જી નવેમ્બર સુધી એટલે કે એક સપ્તાહ સુધી બંધ રાખવામાં આવશે. લૉકડાઉન બાદ હાલ પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફરી ખોલ્યા બાદ પ્રવાસીઓનો સારો પ્રતિસાદ સાપડ્યો હતો.
નોંધનીય છે કે હાલમાં કોરોના વાયરસને કારણે જે પ્રવાસીઓ ઓનલાઇન ટિકિટ બૂક કરાવે છે તેને જ પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં ઓફલાઇન ટિકિટ બૂકિંગ સેવા સંદતર બંધ રાખવામાં આવી છે. તેની સાથે જ આ બુધવાર 21થી 2 નવેમ્બર સુધી જંગલ સફારી અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પણ બંધ રાખવામાં આવે તેવી સંભાવના છે.
(સંકેત)