Site icon hindi.revoi.in

ગુજરાતના ખેલૈયા માટે મહત્વના સમાચાર, નવરાત્રીના આયોજન અંગે DYCM નીતિન પટેલનું આવ્યું આ નિવેદન

Social Share

વિશ્વનો સૌથી લાંબો ચાલતો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિ. નવ દિવસ ચાલતો આ નૃત્ય મહોત્સવ દેશ વિદેશમાં જાણીતો છે. ગુજરાતીની ઓળખ એટલે ગરબા. જો કે આ વખતે કોરોનાના ગ્રહણએ દરેક મહોત્સવની ઉજવણી પણ પાણી ફેરવ્યું છે. આ વચ્ચે આજે ફરીથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગરબાના આયોજન અંગે એક રાહતનું નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં નવરાત્રી ને લઈને ખેલૈયા અને આયોજકોમાં ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે, જો કે કોરોના સંકટને કારણે ભીડ ભેગી થાય તો સંક્રમણ બેકાબૂ બની શકે છે, તેથી નવરાત્રિના આયોજનને લઇને ખુદ સરકાર પણ દ્વિધામાં છે.

નવરાત્રિના આયોજનને લઇને DYCM નીતિન પટેલે જણાવ્યું હતું કે આ અંગે નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે જ લેવાશે પણ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે અને શક્ય હોય તો એટલી રાહત આપવા પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. આ મહામારી વચ્ચે નોરતા નું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો પર સરકાર વિગતવાર અભ્યાસ કરીને નવરાત્રી પહેલાં જાહેરાત કરશે.

રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગત 24 કલાકમાં 75,936 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,01,383 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ

ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1329 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,08,295 પર પહોંચ્યો છે. તો આજે 1336 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.01% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,328 છે. આજે સંક્રમણથી 16 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3152 પર પહોંચ્યો છે.

(સંકેત)

Exit mobile version