- ગુજરાતની ઐતિહાસિક નગરી વડનગરમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળ્યું
- વડનગર રેલવે ફાટક પાસેથી બીજી સદીના બૌદ્વ સ્તૂપ અને ચૈત્ય મળ્યા
- ખનન દરમિયાન આ બૌદ્વ સ્તૂપ મળી આવ્યા
વડનગર: ગુજરાતની ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતા વડનગરમાંથી વધુ એક ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું છે, અગાઉ ઘાસકૉળ દરવાજા પાસે પણ આવું જ ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું હતું. વડનગરમાં રેલવે ફાટકની નજીકથી માનવામાં આવી રહ્યું છે કે બીજી સદીના બૌદ્વ સ્તૂપ અને ચૈત્ય મળી આવ્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર,મહેસાણામાં ખનન દરમિયાન આ બૌદ્વ સ્તૂપ મળી આવ્યો છે. રેલ્વે ફાટકની પાસે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન આ ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યું છે. આ સ્તૂપ 20 બાય 20 મીટરનો છે.
જે નવા ઐતિહાસિક સ્થાપત્ય મળી આવ્યા છે તેમાં સ્તૂપની સાથે સાથે પ્રાર્થનાગૃહ પણ મળી આવ્યું છે. વડનગરને બૌદ્વ સાથે ખૂબ જૂનો નાતો છે અને આ પહેલા પણ ઘાસકોળ દરવાજા પાસે બૌદ્વ સ્તૂપ મળી આવ્યો હતો. એકલા વડનગરની ધરતીમાં જ 10 બૌદ્વ સ્તૂપ ધરબાયેલા હોવાનું અનુમાન છે.
પુરાતન વિભાગે રેલવે ફાટક પાસેથી મળી આવેલા બૌદ્વ સ્તૂપ પર હવેવધુ સંશોધન હાથ ધર્યું છે. પુરાતન વિભાગને વિવિધ ઉત્ખનનના બૌદ્વ ધર્મને લગતા ઘણા પુરાવા મળી આવ્યા છે.
(સંકેત)