1. Home
  2. revoinews
  3. સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન, આ રીતે તમે પણ ભાગ લઇ શકો છો
સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન, આ રીતે તમે પણ ભાગ લઇ શકો છો

સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન, આ રીતે તમે પણ ભાગ લઇ શકો છો

0
Social Share
  • સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન
  • નિબંધ સ્પર્ધાનો વિષય “યુદ્વસ્થિતિમાં નાગરિકોની ભૂમિકા” રહેશે
  • નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો અહીંયા દર્શાવેલા છે

સીમાજન કલ્યાણ સમિતિ- ગુજરાત દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય “યુદ્ધસ્થિતિ માં નાગરિકો ની ભૂમિકા”રહેશે. આપ સૌને ન્રમ વિનંતી છે કે સૌ આ  નિબંધસ્પર્ધા માં સહભાગી બનો તેવી અપેક્ષા.

નિબંધ સ્પર્ધા ના નિયમો અને માહિતી નીચે મુજબ છે

  • નિબંધ સ્પર્ધા ની કૃતિ ની ભાષા હિન્દી કે ગુજરાતી રહેશે.
  • નિબંધ સ્પર્ધા ની કૃતિ ૩૦/૯/૨૦૨૦ રાત્રીના ૧૨ વગ્યા સુધીમાં નીચેની લિંક https://docs.google.com/forms/d/e/1FAIpQLSctqidbznLByy66CmA85Q0aBWVPivwCD-ul79iyNU2bK3nJsw/viewform?usp=sf_link પર સોફ્ટ કોપીમાં (ms word  માં જો ગુજરાતી માં હોય તો શ્રુતિ ફોન્ટ અને હિન્દી માં હોય તો મંગલ ફોન્ટ માં જ ૧૨ સાઈઝ  માં મોકલવાના રહેશે) તથા  PDF  ફોર્મેટ માં મોકલવી.
  • જો લિંક જોડવામાં મુશ્કેલી જણાય તો દર્શાવેલ મેલ અડ્રેસ પર seemajankalyansamitiguj@gmail.com મોકલી શકાશે.
  • દરેક સ્પર્ધકે લિંક ખોલ્યાબાદ તેમાં દર્શાવેલ ૧૦ પ્રશ્નો ના જવાબ આપવા ફરજીયાત છે. જો લિંક ખુલી શકી ન હોયતો નિબંધની સમાપ્તિ બાદ જેતે વિભાગના સંયોજકો પાસેથી તે ૧૦ પ્રશ્નો મેળવી ને જવાબ તેની કૃતિ સાથે જોડવાના રહેશે.
  • આ નિબંધ સ્પર્ધા મુખ્ય ત્રણ શ્રેણીમાં વહેંચાયેલી છે.
  • શ્રેણી- (૧) ધોરણ ૭ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે ૩૦૦ શબ્દો કે તેથી વધુ.
  • શ્રેણી- (૨) ધોરણ ૧૧ થી સ્નાતકકક્ષાના સુધીના વિદ્યાર્થીઓ માટે ૫૦૦ શબ્દો કે તેથી વધુ.
  • શ્રેણી- (૩) આ શ્રેણી વિભાગ ખુલ્લો રહેશે કોઈપણ તેમાં ભાગ લઇ શકશે આ વિભાગ માં સ્પર્ધકો એ ૧૦૦૦ શબ્દો કે તેથી વધુ માં પોતાની કૃતિ રજૂ કરવાની રહેશે.
  • સ્પર્ધક કોઈપણ એકજ શ્રેણી માં ભાગ લઈ શકશે.
  • કૃતિ ની પસંદગી માં સ્પર્ધક ની વિષય પર ની પકડ, ભાષાશુદ્ધિ, શબ્દરચના, વિષયવિચાર પર મૌલિકતા,ભાષા કૌશલ્ય વગેરે ને ધ્યાનમાં લેવામાં આવશે.
  • દરેક બાબતમાં નિર્ણાયક સમિતિનો નિર્ણય આખરી રહેશે.
  • દરેક કૃતિને plagiarism (સાહિત્યિક ચોરી કે ઉઠાંતરી કે કોપી) ના પરીક્ષણ થી ચકાસવામા આવશે. જો કૃતિ માં તેવી બાબત જણાશે તો તે કૃતિને ગેરલાયક ઠરાવવામાં આવશે.
  • પસંદ કરવામાં આવેલી સર્વશ્રષ્ઠ કૃતિઓને યોગ્યકક્ષા એ થી પ્રકાશિત કરવામાં આવશે, જેનો પ્રવર્તમાન રાશિમુલ્ય શ્રેય લેખક ને આપવામાં આવશે. તેથી આ બાબતનો પ્રકાશનનો અધિકાર આપતો પત્ર દરેક સ્પર્ધકે સાથે જોડવાનો રહેશે.

ભૌગોલિક સ્થિતિની દ્રષ્ટિએ દરેક જિલ્લાઓને ત્રણ વિભાગ માં વહેચેલ છે. કોઈપણ માહિતી જેતે વિભાગ ના સંયોજક ને પૂછી શકાશે.

  • નિબંધ સ્પર્ધાના પ્રદેશ સંયોજક:- ડો.જયદીપસિંહ ગોહિલ – ૯૮૨૪૫૦૦૮૦૦

વિભાગ-૧ ગુજરાત પ્રાંત સંયોજક:- ડૉ. ઉજ્જવલ શેઠ:- ૯૭૨૫૫૩૫૦૯૦ ડૉ. મહેશ ઠાકર:- ૯૮૭૯૫૩૫૭૮૪

(આ વિભાગમાં અમદાવાદગ્રામ્ય, ગાંધીનગરગ્રામ્ય, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ રહેશે)

વિભાગ-૨ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક:- જુવાનસિંહ જાડેજા:- ૮૯૮૦૦૫૫૦૫૮

(આ વિભાગમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓ રહેશે)

વિભાગ- ૩ જમીની સીમાના જિલ્લાઓ.

૧.બનાસકાંઠા જિલ્લા સંયોજક:- પરસોત્તમભાઈ દેસાઈ ૯૯૧૩૯૯૯૦૯૫

૨. પાટણ જિલ્લા સંયોજક:- પરેશભાઇ સિંધવ ૯૮૭૯૪૮૮૦૮૧

૩. કચ્છ જિલ્લા સંયોજક:- મહેકભાઈ ગોર ૯૯૦૯૮૧૪૩૧૩

૪.કર્ણાવતી (અમદાવાદ) – ગાંધીનગર શહેર જિલ્લા સંયોજક:- મેહુલભાઈ રાજપૂત ૯૪૨૬૬૬૬૪૯૦

શ્રેષ્ઠતા અનુસાર 3 કૃતિઓને ઇનામ આપી કરાશે સન્માનિત

સૌરાષ્ટ્ર અને ગુજરાત વિભાગ માંથી  શ્રેષ્ઠતા અનુસાર પ્રથમ ત્રણ કૃતિઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.જયારે સરહદી દરેક જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠતા અનુસાર પ્રથમ ત્રણ કૃતિઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ આ પસંદ થયેલ કૃતિઓને પ્રદેશકક્ષાએ પસંદગી માટે મોકલવામાં આવશે.

નિબંધ સ્પર્ધામાં  ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાંમાં આવશે.

(સંકેત મહેતા)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code