Site icon hindi.revoi.in

વર્ષ 2022 પહેલા રાજકોટમાં AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવાશે: CM રૂપાણી

Social Share

સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો માટે ખુશખબર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે વર્ષ 2022 સુધી રાજકોટ ખાતે AIIMS (All India Institute of Medical Science) નું લોકાર્પણ કરી દેવામાં આવશે. AIIMS ખુલતા જ રાજકોટ ખાતે ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે.

આજે રાજકોટ ખાતે 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શહેરમાં છેલ્લા ત્રણ દિવસની અંદર 86 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજયાનું સામે આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યભરમાં જેટલા પણ કોરોના સંક્રમિત દર્દીઓ મૃત્યુ પામે છે તેમના મૃત્યુનું કારણ માત્ર કોરોના નથી હોતું, જેટલા પણ દર્દીઓ અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે તે પૈકી 60 થી 70 ટકા દર્દીઓ અન્ય રોગની બીમારીથી પીડાતા હતા.

નોંધનીય છે કે, હાલમાં ભારત સરકાર દ્વારા કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયા બાદ તેની autopsy કરવાની મંજૂરી પણ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટને મળી છે. હવે આગામી દિવસોમાં એ વસ્તુ પણ જાણી શકાશે કે કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં કઈ કઈ જગ્યાએ કોરોના વાયરસે અસર કરી શકે છે. તેમજ કોરોના સામે લડવા માટે ક્યા ક્યા પ્રકારની તબીબી સારવાર તેમજ દવા આપી શકાય તેમ છે.

(સંકેત)

Exit mobile version