Site icon hindi.revoi.in

ખુબ જ ઈઝી રીતે લારી જેવા ‘લાલ ચટાકેદાર બટાકા’ બનાવવા માટે આ ટીપ્સ ખાસ વાંચો

Social Share

સાહીન મુલતાની-

સૌ પ્રથમ બટાકાને બાફી લો, ધ્યાન રાખવું કે બટાકા વધુ ન બફાઈ જાય , ત્યાર બાદ બટાકાને છોલીને અડધો કલાક સુધી કાણાવાળા વાસણમાં ખુંલ્લા નિતારવા મૂક્વા. ત્યાર બાદ એક વાટકીમાં 4 ચમચી જેટલું પાણી લઈને તેમાં રેડ  કલર, કોર્ન ફ્લોર અને ઘંઉનો લોટ નાખીને બરાબર મિક્સ કરવું હવે  લોટના મિશ્રણમાં જ લીબુંનો રસ એડ કરી લેવો.

હવે એક કઢાઈ ગેસ પર ગરમ કરવા રાખો , હવે તેમાં તેલ નાખી બરાબર ગરમ થવાદો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડો, રાય બરાબર ફૂટી જાય એટલે તેમાં બટાકા બાફેલા એડ કરીલો, હવે  બટાકા પર જ હરદળ,મીઠૂં,લાલ કલર અને લાલા મરચું નાંખીને તવીથા વડે બરાબર ફેરવતા રહો.

હવે લોટ અને લીંબુનું જે મિશ્રણ આપણે પહેલાથી રેડી કર્યું હતું તેને બટાકામાં ઘીરે ઘીરે એડ કરવું અને બરાબર બટાકા ફેરવતા રહેલા. જો ઘાટ્ટુ લાગે તો જરુર પ્રમાણે 3 -4 ચમચી પાણી એડ કરી શકો છો, હવે તમારા બટાકા રેડી છે,તીખ્ખા લાલા ચટાકેદાર ચટપટા બટાકા તૈયાર થઈ ગયા છે,ગેસ પરથી કઢાઈ નીચે ઉતારીને ઘાણા વડે તેને ગાર્નિશ કરીલો.

હવે આ બટાકા તમે નાસ્તામાં લુખ્ખા અને ભૂંગળા સાથે ખાઈ શકો છો, આ બટાકાનો સ્વાદ તદ્દન લારી પર મળતા બટાકા દેવો જ આવશે, લીબુંથી ખુબજ ચટપટો સ્વાદ આવે છે અને લોટના કારણે બટાકા પર એક મસાલેદાર લેયર બને છે.તો આજે જ તમારા નાસ્તામાં આ ચટપટા લારી વાળા બટાકા બનાવો.

સાહીન-

Exit mobile version