આરબીઆઇની આજે બેઠક: વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો
- RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતા હેઠળ યોજાશે બેઠક
- RBI વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી સંભાવના
- લૉન EMI પર મળેલી છૂટ પણ વધારી શકે
આરબીઆઈના ગવર્નર શક્તિકાકાંત દાસ ની અધ્યક્ષતા હેઠળની છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટી આજે મોનેટરી પોલિસી સમીક્ષાની જાહેરાત કરશે. આરબીઆઈ આજે વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે, પરંતુ કોરોના વાયરસ ના સંકટથી અર્થતંત્રને જે ફટકો પડ્યો છે તે અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા લોન રિસ્ટ્રક્ચરિંગ ની પણ જાહેરાત કરે તેવી સંભાવના છે.
કોરોનાના આ સમયમાં લોકો જ્યારે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે ત્યારે લોકોને આર્થિક રાહત આપવાના હેતુસર લૉન EMI પર આપવામાં આવેલી રાહતને લંબાવાય તેવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યા છે.
કોરોનાની મહામારીને કારણે અનેક લોકો જ્યારે આર્થિક સંકટ અનુભવતા હતા તેને કારણે આરબીઆઇએ માર્ચ મહિનામાં ત્રણ મહિના માટે મોરેટોરિયમ સુવિધા આપી હતી, આ સુવિધા બાદમાં માર્ચ થી ૩૧ મે સુધી ત્રણ મહિના માટે લંબાવી હતી ત્યારબાદ તેને વધુ ત્રણ મહિના માટે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવી હતી.
નોંધનીય છે કે આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવે છે પરંતુ સામે દેશની બેન્કો દ્વારા તેમના હોમલોન ધારકોને વ્યાજ દરમાં છૂટ આપવામાં આવતી નથી. RBI રેપો રેટ ઘટાડે છે પરંતુ બેંક વ્યાજ દરમાં ઘટાડો કરતી નથી જેથી લોન ધારકોને તેનો લાભ મળતો નથી.
સંકેત-