Site icon Revoi.in

સ્વિટ ડીશ- સાદી અને સરળ તદ્દન જુદી જ રીતે બનાવો ‘રવાના લાડવા’

Social Share

સાહીન મુલતાની-

સામગ્રી

આમ તો રવાના લાડવા જુદી-જદી રીતથી  બનાવવામાં આવે છે,કોઈ રવાના મૂઠીયા બનાવી તેને તેલમાં તળીને પણ બનાવ છે,પણ આજે અંહી આપણે ખુબ જ ઓછી મહેનત લાગે તેવી રીત જોઈશું, રવાના લાડવા એવી વસ્તુ છે કે, જો તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય તો તમે ઘરમાં પડેલી સામગ્રીમાંથી જ ઓછી મહેનતમાં બનાવી શકશો, તો મહેમાન માટે સ્વિટ ડીશમાં આજે જ ટ્રાય કરો આ રવાના લાડવા.

લાડવા બનાવવાની રીત – સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો, ત્યાર બાદ તેમાં રવો નાખીને બરાબર તેની સ્મેલ આવી જાય ત્યા સુધી શેકાવા દો, ઘી માં રવો બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરીલો, હવે આ રવાને 5 થી 10 મિનિટ ઠંડો થવાદો, ત્યાર બાદ આ મિશ્રણમાં દળેલી ખાંડ અને કોપરાની છીણ એડ કરીલો ,હવે બરાબર આ મિશ્રણમાંથી નાના-નાના લાડું અટલે કે લાડવી તૈયાર કરીલો, હવે એક ડીશમાં જીણા જીણા સમારેલા પિસ્તાના ટૂકડા રાખી તેના પર આ લાડૂ ગોળ ગોળ ફેરવી લો એટલે લાડૂ પર પિસ્તા સેટ થઈ જશે જેનાથી વ્હાઈટમાં ગ્રીન લૂક આવશે, તૈયાર છે રવાના કોપરાવાળા લાડું.

છેને ખુબ જ ઓછી મહેનત અને ઓછી સામગ્રી, અને જો તમારા ઘરમાં કોપરાની છીણ ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, માત્ર રવાથી પણ આ લાડવા બનાવી શકો છો.