1. Home
  2. revoinews
  3. હવે રાશનકાર્ડ ગ્રાહકો હેલ્પલાઈન નંબરથી તેમની ફરિયાદ નોંધાવી શકશે
હવે રાશનકાર્ડ ગ્રાહકો હેલ્પલાઈન નંબરથી તેમની ફરિયાદ નોંધાવી શકશે

હવે રાશનકાર્ડ ગ્રાહકો હેલ્પલાઈન નંબરથી તેમની ફરિયાદ નોંધાવી શકશે

0
Social Share
  • રાશનકાર્ડ ગ્રાહકો માટે હેલ્પલાઈન નંબર રજુ કરવામાં આવ્યો
  • આ હેલ્પનાઈન નંબરથી તમે ફરિયાદ કરી શકશો
  • લોકડાઉનમાં સરકાર ગ્રાહકોને ફ્રી માં અનાજ આપતી હતી

દેશના સામાન્ય નાગરીક કે જેઓ રગીબીની રેખા નીચે જીવી રહ્યા છે તેમના માટે  સસ્તા ભાવે અનાજ આપવાની સુવિધા રાશનકાર્ડ હેઠળ કરવામાં આવી છે, રાશનકાર્ડના માધ્યમથી જુદા-જુદા વિસ્તારોમાં અનેક લોકોને ખુબ જ ઓછા ભાવથી અનાજ આપવામાં આવે છે, સરકાર દ્રારા લોકડાઉનના કારણે આ અનાજને ફ્રી માં આપવાની જાહેરાત કરી હતી, જો કે ગ્રાહકોને ઓછું અનાજ આપવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે,  કાર્ડધારકોની સાથે ઘણી વાર છેતરપીંડિની ઘટના બનતી હોય છે ત્યારે હવે આ કાર્ડધારકો માટે હેલ્પલાઈન નંબર રજુ કરવામાં આવ્યો છે.

આ હેલ્પલાઈન નંબરના માધ્યમથી રાશનકાર્ડ ધરાવતા લોકોને તેમની ફરીયાદ કરવાની તક મળશે, જો હવે કોઈપણ સસ્તા અનાજની દુકાન દ્વારા ગ્રાહકોને અનાજ ઓછુ અપાશે કે તેમના સાથે આ બાબતે ખરાબ વ્યવહાર કરવામાં આવશે તો જે તે ગ્રાહક આ હેપલ્પલાઈન નંબર પર કોલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે, આ સાથે જ ફરિયાદ મળતા કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે લોકડાઉન પછી આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાના આધારે પ્રવાસી શ્રમિકોને અનાજ મફ્ત વિતરણ કરવાનું નક્કી કર્યું છે. જો કે કેટલાક દુકાનદારો ગ્રાહકોને ખુબ જ ઓછુ અનાજ આપે છે, અથવા તો અનાજ આવ્યું નથી ,તમને નહી મળે જેવા અનેક બહાના પણ બનાવે છે ત્યારે હવે આ હેલ્પલાઈન નંબર થકી તેની ફરિયાદ જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રણ કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર પર કરી શકાશે।

આ દરેક ફરિયાદો માટે સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યા છે. ગ્રાહક અહીં ફરિયાદ કરી શકે છે. આ રાજ્ય સરકારોએ અલગથી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.હવેથી સસ્તા અનાજની દુકાનવાળા એ ચેતી જવું પડશે જો તમે ગ્રાહક સાથે જરાપણ આનાકાની કરો છો કે તેમને તેમના હકનો અનાજનો પુરવછો ઓછો આપો છો તો તમારા સામે ફરિયાદ દાખલ થશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code