નવી દિલ્હી: સંસદમાં લોકસભાની કાર્યવાહી ચાલી રહી છે. નવા સ્પીકરની ચૂંટણી પણ થઈ ગઈ છે. ઓમ બિરલાને અભિનંદન આપવા માટે દરેક પાર્ટીના નેતા ગૃહમાં ભાષણ આપી રહ્યા છે. કેટલાક ભાષણ એવા પણ છે કે જેમણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પણ બુધવારે ગૃહમાં પોતાના અંદાજમાં સંબોધન કર્યું, તેમણે કવિતા પણ સંભળાવી અને કંઈક એવું પણ હતું કે દરેક લોકો હસવા લાગ્યા હતા. ખડખડાટ હસનારાઓમાં વડાપ્રધાન મોદી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત ગૃહમાં બેઠેલા દરેક સાંસદ સામેલ હતા.
પોતાના સંબોધનમાં રામદાસ અઠાવલેએ રાહુલ ગાંધીને જન્મદિવસના અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે રાહુલીએ ઘણી કોશિશ કરી, પરંતુ લોકશાહીમાં લોકો જે ચાહે છે તેમની સરકાર બને છે. જ્યારે તમારી સત્તા હતી, તો હું તમારી સાથે હતો, પરંતુ હવે તમારી સત્તા નથી. ચૂંટણી પહેલા કોંગ્રેસ બોલી રહી હતી કે આ બાજૂ આવો, પરંતુ મે હવાની દિશા જોઈ હતી કે હવા મોદીની સાથે છે.
કેન્દ્રીય પ્રધાન બોલ્યા કે બિલ પારીત કરાવવા માટે વિપક્ષની જરૂરત છે. અમારી સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે, પાંચ વર્ષ બાદ પણ પાંચ વર્ષ ચાલશે અને ચાલતી જ રહેશે. અમે સારું કામ કરશું નહીં, તો તમારી સરકાર આવશે. પરંતુ અમે આવું થવા દઈશું નહીં.
તેમણે ઓમ બિરલાને લઈને કહ્યુ કે તમે હસતા નથી. પરંતુ હું તમને હસાવીને રહીશ. મહત્વપૂર્ણ છે કે રામદાસ અઠાવલે લોકસભા સાંસદ નથી. પરંતુ પ્રધાન હોવાના નાતે અને પોતાની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ હોવના નાતે તેમણે અહીં ભાષણ આપ્યું હતું.
અઠાવલેએ કવિતા પણ સંભળાવી હતી.
દરેક વખતની જેમ રામદાસ અઠાવલેએ આ વખતે પણ ગૃહમાં કાવ્ય પઠન કર્યું હતું.
“એક દેશ કા નામ હૈ રોમ, લોકસભા કે અધ્યક્ષ બન ગયે બિરલા ઓમ,
લોકસભા કા આપકો અચ્છી તરહ ચલાના હૈ કામ, વેલ મેં આનેવાલો કા બ્લેક લિસ્ટ મેં ડાલના હૈ નામ.
નરેન્દ્ર મોદી ઔર આપકા દિલ હૈ વિશાલ, રાહુલજી આપ રહો ખુશહાલ
હમ સબ મિલકર એકતા કી મશાલ, ભારત કો બનાતે હૈ ઔર ભી વિશાલ
આપકા રાજ્ય હૈ રાજસ્થાન, લેકિન લોકસભા કી આપ બન ગયે શાન
ભારત કી હમે બઢાની હૈ શાન, લોકસભા ચલાને કેલિએ આપ હૈ પરફેક્ટ હૈ મૈન.”