- ડુંગળીના ભાવમાં ઘટાડો લાવવા કેન્દ્ર સરકાર સક્રીય
- કેટલાક દિવસોથી ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે
- મોદી સરકારે રાહત આપવાનો નિર્ણય લીધો
- જરુરીયાત પ્રમાણે સરકાર હવે ડુંગળીની સપ્લાય કરશે
તાજેતરમાં ડુંગળીના ભાવમાં ભારેખમ વધારો નોંધાયો છે,જેને લઈને સામાન્ય વ્યક્તિની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી લોકોને હવે રડાવી રહી છે,જો કે હવે ડુંગળીના ભાવમાં વધારાને લઈને કેન્દ્રની મોદી સરકારે રાહત પવાનો નિર્ણય લીધો છે, કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા મંત્રી રામ વિલાસ પાસવાનના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર પાસે ડુંગળીનો પૂરતો પુરવઠો છે.
જે તે રાજ્યોમાં જરુરીયાત પ્રમાણે સરકાર હવે ડુંગળીની સપ્લાય કરશે,તેમનું કહેવું છે કે,સરકારે અત્યાર સુધીમાં ત્રિપુરામાં 1850 ટન,હરિયાણાં 2000 ટન ને આંઘ્રપ્રદેશમાં 960 ટન ડુંગળી પ્રતિ કિલો 15.59 રુપિયાના ભાવે પહોંચાડી છે, આ ડુંગળીના ઉપયોગકર્તાને 23.90 રુપિયે પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે,દિલ્હી સરકારની માંગનો સ્વીકાર કરતા રામ વિલાસ પાસવાને કહ્યું કે,28 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે દિલ્હીને દરરોજ 100 ટન ડુંગળી પવામાં આવશે,તે સિવાય પણજે રાજ્યોમાં જેટલી જરુરીયાત હશે તેટલા જ પ્રમાણમાં ડુંગળી મોકલવામાં આવશે.
દિલ્હી-એનસીઆરમાં ડુંગળી 60 રુપિયાથી લીને 80 રુપિયે કિલોના ભાવ પર વેહચાંઈ રહી છે ત્યારે કેટલીક જગ્યાઓ પર 90 રુપિયે કિલોના ભાવે વહેંચવામાં આવી રહી છે,ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 દિસથી ડુંગળીના ભાવમાં ભારેખમ વધારો થતો આવ્યો છે
દક્ષિણ ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે
ડુંગળીના સપ્લાયમાં ઘટાડો થયો હતો, અતિશય વરસેલા વરસાદના કારણે સ્ટોક નહોતો થી
શક્યો,જેના કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો હતો તે ઉપરાંત પણ વપસાદના કારણે પાકને
નુકશાન થવાના કારણે ડુંગળીના ભાવ ઊંચા ગયા હતા.