Site icon Revoi.in

અયોધ્યા : જયશ્રી રામના નાદ સાથે ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્ન 

Social Share

500 વર્ષ બાદ અયોધ્યામાં આખરે સદીઓ જુના શ્રીરામ મંદિરનું સ્વપ્ન આખરે સાકાર થઇ રહ્યું છે ,આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે દિવ્ય અને ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું છે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મ સ્થળે સૌથી ઊંચા અને દિવ્ય મંદિર માટેનું ભૂમિપુજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે, તો આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ , રાજ્યપાલ આનંદીબેન પટેલ , સંઘના વડા મોહન ભાગવત અને રામ જન્મભૂમિ ન્યાસના મહંત નૃત્ય ગોપાલદાસજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.

ચાંદીની ઈંટ સાથે ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાંદીના પાવડા અને ચાંદીના સાધનો સાથે ભૂમિ પૂજન સંપન્ન કરવામાં આવ્યું છે જેનું દેશના કરોડો લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું છે. 500 વર્ષથી દેશના અને દુનિયાના દરેક રામભક્ત માટે આ સ્વપ્ન સમાન હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય. આ માટે અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. મંદિર આગામી ત્રણ વર્ષમાં બનીને ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવશે.

_Devanshi