1. Home
  2. revoinews
  3. દેશ ચલાવવા મજબૂત નેતા જોઈએ, 2014માં મળેલા બહુમતથી ઘણા નિર્ણયો કરી શક્યો- મહારાષ્ટ્રમાં મોદી
દેશ ચલાવવા મજબૂત નેતા જોઈએ, 2014માં મળેલા બહુમતથી ઘણા નિર્ણયો કરી શક્યો- મહારાષ્ટ્રમાં મોદી

દેશ ચલાવવા મજબૂત નેતા જોઈએ, 2014માં મળેલા બહુમતથી ઘણા નિર્ણયો કરી શક્યો- મહારાષ્ટ્રમાં મોદી

0
Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના માઢામાં ચૂંટણીસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે આટલો મોટો દેશ ચલાવવા માટે મજબૂત નેતા જોઈએ. 2014માં મળેલા ભારે બહુમતને કારણે જ હું મોટા નિર્ણયો કરી શક્યો. મોદી આજે ગુજરાતમાં પણ ત્રણ રેલીઓ કરશે.

મોદીએ કહ્યું, “જે લોકો દિલ્હીમાં એક કન્ડીશન્ડ રૂમોમાં બેસીને અટકળો લગાવે છે, તે લોકોને આ દેશની ધરતીની સચ્ચાઈ વિશે જાણ જ નથી. હવે સમજાયું કે શરદ રાવે મેદાન કેમ છોડી દીધું. શરદ રાવ પણ ખેલાડી છે, તેઓ હવાની દિશા સમજી લે છે. તેઓ પોતાનું નુકસાન ક્યારેય નથી થવા દેતા.”

મોદીએ કહ્યું કે, “મજબૂત અને સંવેદનશીલ સરકારનો અર્થ શું થાય છે, તે છત્રપતિ શિવાજી મહારાજની આ ધરતી સારી રીતે જાણે છે. અમારી સરકાર ભારતને 21મી સદીમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડનારી મજબૂત સરકાર છે. જો ગામમાં નબળો પોલીસવાળો આવી જાય તો શું તમને ગમશે? બાળક સ્કૂલ જાય છે, ત્યાં જો માસ્ટરજીમાં દમ નથી તો શું બાળકને તમે ત્યાં ભણાવવાનું પસંદ કરશો?”

વડાપ્રધાને કહ્યું, “આટલો મોટો દેશ ચલાવવો હોય તો મજબૂત નેતા જોઈએ. 2014માં મને તમારી પાસેથી તાકાત મળી. દેશ માટે મોટા નિર્ણયો કરી શક્યો. ગરીબોના કલ્યાણ માટે તમામ શક્તિઓ લગાવીને કામ કરી શક્યો. તમારે ફરીથી એ નક્કી કરવાનું છે કે દેશને મજબૂત સરકાર આપશો કે નબળી સરકાર સહન કરી લેશો.”

“મજબૂત હિંદુસ્તાન જોઈએ છે કે મજબૂર હિંદુસ્તાન જોઈએ છે. કોણ મજબૂત બનાવશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહામિલાવટ શું ભારતને મજબૂત બનાવી શકે છે. જી નહીં, એ મોદી કરી શક્યા. તમે અને હું મળીને મજબૂત ભારત માટે મજબૂત સરકાર પણ બનાવીશું. તમે અને હું મળીને મજબૂત ભારત બનાવવાનો સંકલ્પ કરવા માટે ભયંકર તડકામાં તપી રહ્યા છીએ. આપણે એવું હિંદુસ્તાન બનાવીશું કે જેની તરફ આંખ ઉઠાવીને પણ કોઈ જોઈ નહીં શકે. આવું હિંદુસ્તાન આતંકીઓને પાતાળમાંથી શોધી કાઢશે. ભારતના સપૂતોએ બાલાકોટમાં પાકિસ્તાનના ઠેકાણાઓને બરબાદ કર્યા તો તમને ગર્વ થયો કે નહીં?”

માઢા પર રાકાંપાનો કબ્જો

મહારાષ્ટ્રની માઢા સીટ પરથી વર્તમાનમાં રાકાંપાના વિજયસિંહ મોહિતે પાટિલ સાંસદ છે. રાકાંપાના વર્ચસ્વવાળી આ સીટ પર ભાજપથી રણજીતસિંહ ચૂંટણી લડી રહ્યા છે. રણજીત વિજય મોહિતે પાટિલના દીકરા છે. વિજયસિંહ મોહિતે પાટિલે પોતાના દીકરા રણજીતસિંહને માઢા સીટ પરથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ રાકાંપા અધ્યક્ષ શરદ પવારે ઇન્કાર કરી દીધો. ત્યારબાદ તેમના દીકરા રણજીતસિંહ પાટિલે ભાજપનો હાથ પકડી લીધો. ભાજપે દાવ રમીને રણજીતિંહને ચૂંટણીના રણમાં ઉતારી દીધા.

રાજકીય સમીકરણની વાત કરીએ તો 2009માં શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી હતી, જે પછી ચૂંટણી લડીને તેઓ માઢા સીટ પરથી જીત હાંસલ કરીને સંસદ પહોંચ્યા. 2014માં રાકાંપાના વિજય સિંહ મોહિતેએ આ સીટ પરથી ચૂંટણી લડી અને મોદી લહેરમાં પણ મોહિતેને 4,89,989 વોટ્સ મળ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code