1. Home
  2. revoinews
  3. રાજસ્થાનમાં ગાયોથી ભરેલી ટ્રક ઝપ્ત-તસ્કરો ગૌરક્ષકોની આંખમાં મરચાની ભૂખી નાખીને ફરાર
રાજસ્થાનમાં ગાયોથી ભરેલી ટ્રક ઝપ્ત-તસ્કરો ગૌરક્ષકોની  આંખમાં મરચાની ભૂખી નાખીને ફરાર

રાજસ્થાનમાં ગાયોથી ભરેલી ટ્રક ઝપ્ત-તસ્કરો ગૌરક્ષકોની આંખમાં મરચાની ભૂખી નાખીને ફરાર

0
Social Share

રાજસ્થાનના બૂંદીમાં 60 ગાયોથી ભરેલી ટ્રક પોલીસે ઝપ્ત કરી છે,ગૌરક્ષા દળના લોકોએ જ્યારે ગાયોથી ભરેલી ટ્રકનો પીછો કર્યો ત્યારે ગાયોની તસ્કરી કરનારાઓ એ તેઓની આંખમાં મરચાની ભૂખી નાખીને ત્યાથી ફરાર થઈ ગયા હતા.જ્યારે આ ટ્રકમાંથી 58 જીવીત ગાય ને 2 મૃત ગાય મળી આવી છે.

ગોરક્ષાના નામ પર ભલે રાજસ્થાનમાં કેટલીક મૉબલિન્ચિંગની ઘટનાઓ બની છે પરંતુ હકીકત એ છે કે ગોતસ્કરો પણ પોતાની હરકતથી બહાર નથી આવી રહ્યા,પાછલા એક અઠવાડિયામાં ગોતસ્કરીનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે,જેમાં તરસ્કરોએ પોલીસની આંખોમાં મરચાની ભૂખી નાખીને પોતે પલાયન થઈ ગયા હતા, અને આ મરચાની ભૂખી નાખવાના કીમીયાથી તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોરક્ષાના કાર્યકરો દ્વારા પોલીસને જાણકરવામાં આવી હતી કે ગાયોથી ભરેલી ટ્રક જંગલમાંથી મળી આવી છે, ત્યારે પોલીસે ઘટના સ્થળે આવીને આ ટ્રકને ઝપ્ત કરી હતી અને આ ટ્રકમાંથી લાલ મચરાનો પાવડર પણ મોટી માત્રામાં મળી આવ્યો હતો.

ગોરક્ષા દળના નિતેશ ગાંધીએ જણાવ્યું હતુ કે, “અમે ગાયોથી ભરેલી ટ્રકનો પીછો કરી રહ્યા હતા પરંતુ ટ્રકની અંદરથી મારા પર સતત લાલ મરચાનો પાવડર નાંખવામાં વી રહ્યો હતો જેના કારણે મે તસ્કરોને પકડી ન શક્યા પરંતુ તેઓ ગાયોથી ભરેલી ટ્રક મુકીને ભાગી ગયા હતા , ટ્રેમાં 30 ગાયો હતા જેમાંથી બે ગાય મૃત હાલતમાં હતી જ્યારે બીજી 28 ગાયો જીવીત છે, સમગ્ર ઘટનાની જાણ અમે પાલીસને કરી હતી”.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code