રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં નકલી બ્રાંડનું પાણી વેચનારાઓ સામે રેલવે મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે.
રેલવે પ્રધાન પિયૂષ ગોયલે કહ્યુ છે કે 300થી વધારે સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તે દરમિયાન ચાર પેન્ટ્રી કારોના પ્રબંધક સહીત 800 લોકોની ધરપકડ કરાઈ છે અને 48860 બોટલો જપ્ત કરવામાં આવી છે.
પિયૂષ ગોયલે કહ્યુ છે કે સતત પ્રવાસીઓની ફરિયાદ મળી રહી હતી, બાદમાં રેલવે મંત્રાલયે આ કાર્યવાહી કરી છે.