
દુનિયાભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ એક એવું ટ્વિટ કર્યું છે કે જેનાથી વિવાદની શક્યતા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં સેનાના જવાનો અને શ્વાનોના યોગ કરતી બે તસવીરો ટ્વિટ કરી છે. બંને તસવીરોમાં શ્વાન અને સેનાના જવાનો યોગ કરી રહ્યા છે.
New India. pic.twitter.com/10yDJJVAHD
— Rahul Gandhi (@RahulGandhi) June 21, 2019
તસવીરોમાં દેખાતા શ્વાન સેનાની 2 આર્મી ડોગ યૂનિટના છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટનું કેપ્શન આપ્યું છે –ન્યૂ ઈન્ડિયા.
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યુ છે કે આ કોંગ્રેસની હતાશા દર્શાવતી ટીપ્પણી છે.