1. Home
  2. revoinews
  3. પૂણ્યતિથીઃ- ખૂબ નાની વયમાં દર્શકોના દિલમાં જગા બનાવનારી એક્ટ્રેસ જીયા ખાને પ્યારમાં દગો મળ્યા બાદ  25 વર્ષની ઉંમરમાં કરી હતી આત્મહત્યા
પૂણ્યતિથીઃ- ખૂબ નાની વયમાં દર્શકોના દિલમાં જગા બનાવનારી એક્ટ્રેસ જીયા ખાને પ્યારમાં દગો મળ્યા બાદ  25 વર્ષની ઉંમરમાં કરી હતી આત્મહત્યા

પૂણ્યતિથીઃ- ખૂબ નાની વયમાં દર્શકોના દિલમાં જગા બનાવનારી એક્ટ્રેસ જીયા ખાને પ્યારમાં દગો મળ્યા બાદ  25 વર્ષની ઉંમરમાં કરી હતી આત્મહત્યા

0
Social Share
  • જીયાખાને 24 વર્ષની ઉંમરે કરી હતી આત્મહત્યા
  • પ્યારમાં દગો મળ્યા બાદ ભર્યું  હતું આ પગલું
  • જીયાએ માત્ર ત્રણ હિન્દી ફિલ્મો કરી હતી
  • જીયાએ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને આમિરખાન સાથે ફિલ્મ કરી હતી

મુંબઈઃ-  બોલિવૂડમાં કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ એ પોતાના અંગત કારણોસર જીવ ટૂંકાવ્યું હોય તેવી ઘટના બની છે, આમાં એક અભિનેત્રી જિયા ખાનનો પમ સમાવેશ થાય છે,જેણે માત્ર 25 વપર્ષની ઉમંરે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું, જીયા ખાને ભલે થોડીક ફિલ્મોમાં અભિનય કર્યો હોય, પરંતુ તેણે ખૂબ જ નાની ઉંમરે તેના અભિનયથી દર્શકોના દિલમાં જગા બનાવી હતી.

જીઆ  ખાનનો જન્મ 20 ફેબ્રુઆરી 1988 ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેણે માત્ર 25 વર્ષની વયે 3 જૂન, 2013 ના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જો કે, અભિનેત્રીનું મોત હજી એક રહસ્યમય બની રહ્યું છે ,તેના મોત પાછળનું ચોક્કસ કારણ તો સામે આવ્યું જ નથી.

અભિનેત્રી જીયા ખાનની આત્મહત્યા બાદ તેની માતા રબિયાએ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સૂરજ પંચોલી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. આ આરોપને કારણે સૂરજે જેલમાં પણ જવું પડ્યું હતું. આ હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. જોકે, તે હત્યાનો મામલો ક્યારેય સાબિત થયો ન હતો અને વર્ષ 2016 માં તપાસ બાદ તે સાબિત થયું કે જીઆ ખાને આત્મહત્યા કરી હતી,બીજી તર  સૂરજ પંચોલી હત્યા કરવા માટે ઉકસાવવાનો આરોપ  મૂકાયો હતો. જિયાએ એક સુસાઇડ નોટ પણ લખી હતી .

જીયાનું સાચું નામ નફીસા રિઝવી ખાન હતું. બાળપણમાં ઉર્મિલા માટોંડકરની ફિલ્મ ‘રંગીલા’ જોઈને જીયા ખાન ખૂબ પ્રભાવિત થઈ હતી. ત્યારબાદથી તેણે ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું હતું. ફિલ્મ ‘નિશબ્દ’ થી તેણે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી, . આ ફિલ્મમાં તેણે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી તેણે સુપરસ્ટાર આમિર ખાન સાથે ફિલ્મ ‘ગજિની’ માં કામ કર્યું હતું અને ત્યારબાદ અક્ષય કુમાર સાથે ‘હાઉસફુલ’માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

જીયા ખાને માત્ર ત્રણ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેના અભિનયની પ્રશંસા થઈ હતી. અંગત જીવનની વાત કરીએ તો જીયા ખાન અને સૂરજ પંચોલીની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. જેના કારણે બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી તે બન્ને પ્રેમમાં પડ્યા હતા. સૂરજ જીયા કરતા બે વર્ષ નાનો હતો પરંતુ તે તેના જીવનમાં ખુશીઓની જેમ આવ્યો હતો. જિયાએ તેની માતા રાબિયાને પણ સૂરજ વિશે વાત કરી હતી. જો કે, માતા તેમના સંબંધોથી ખૂબ ખુશ નહોતી.

જીયા ખાન અને સૂરજ પંચોલી તેમના સંબંધોમાં આગળ વધી રહ્યા હતા પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે તેમના સંબંધોમાં તિરાડ પડવાનું શરૂ થઈ ગઈ. બંનેના પ્રેમાળ સંબંધ નફરતમાં ફેરવાઈ ગયો. જિયાના મૃત્યુના એક કલાક પહેલા સૂરજે તેને એવા મેસેજ મોકલ્યા હતા તે આશ્ચર્યજનક હતું. મીડિયા રિપોર્ટસ પ્રમાણે જીયાના મૃત્યુના એક કલાક પહેલા સૂરજે જિયાને 10 મેસેજ મોકલ્યા હતા. આ સંદેશાઓ ખૂબ જ અપમાનજનક ભાષામાં હતા.સુરજ સાથેના સંબંધોના કારણ જીયાએ કરેલી આત્યહત્યામાં સુરજને જવાબદાર ગણવામાં આવતો હતો, જીયા ખાને એક લેટર લખ્યો હતો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code