Site icon hindi.revoi.in

ડિજીટલાઈઝેશનના જમાનામાં પણ વલસાડના અંતરિયાળ ગામના લોકો શોધે છે મોબાઈલ નેટવર્ક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, વલસાડના અંતરીયાળ ગામમાં મોબાઈલનું નેટવર્ક નહીં મળતું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકતા નથી. એટલું જ નહીં ગામના લોકોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો હોય તો નેટવર્કની શોધ માટે પહાડની ટેકરીઓ પર ચડવું પડે છે. એટલું જ નહીં મોબાઈલ નેટવર્કની સમસ્યાના કારણે ભણેલા યુવાનો પણ કોરોના મહામારીમાં ઘરેથી કામ કરી શખતા નથી.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી છે. તેમજ ડિજીટલાઈઝેશનને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ રાજ્યના અનેક અંગરિયાળ વિસ્તારમાં મોબાઈલ ફોનના નેટવર્કની સમસ્યા હોવાથી લોકો અનેક સુવિધાઓનો લાભ મેળવી શકતા નથી. આવી જ સ્થિતિ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામોની છે. કપરાડા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં આજના આધુનિક જમાનામાં પણ મોબાઈલ ફોનનું નેટવર્ક નહીં મળતું હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ગામના અનેક યુવાનો પાસે સ્માર્ટ ફોન ઉપલબ્ધ છે પરંતુ મોબાઈલ ફોનનું નેટવર્ક નહીં મળતું હોવાથી તેઓ ઓનલાઈન કામગીરી કરી શકતા નથી.

કપરાડાના અંતરિયાળ ગામમાં કોરોના મહામારીમાં સૌથી વધારે નુકશાન વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, આ ગામોમાં મોબાઈલ ફોનનું નેટવર્ક નહીં હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશનથી વંચિંત છે. કપરાડા તાલુકાના પહાડી વિસ્તારના અનેક ગામના વિદ્યર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મળવી શકતા નથી. જેથી વાલીઓ અને શિક્ષકો પણ ચિંતિત બન્યાં છે. આ ગામોમાં વસવાટ કરતા લોકોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા જીવના જોખમે પહાડની ટેકરીઓ ઉપર ચડે છે. તેમજ ટેકરીઓ ઉપર ચડ્યાં બાદ મોબાઈલ ફોનનું નેટવર્ક શોધે છે. જેથી કપરાડા તાલુકામાં મોબાઈલ નેટવર્કની સુવિધા ઉભી કરવા માટે સ્થાનિકોએ માંગણી કરી છે.

Exit mobile version