1. Home
  2. revoinews
  3. પ્રિયંકા ચોપડાએ ગ્રેટાની ‘ક્લાઈમેટ ચેન્જ’ સ્પીચના કર્યા વખાણ,તો કંગના રણૌતની બેહને પીસીને સંભળાવ્યું કંઈક આવું
પ્રિયંકા ચોપડાએ ગ્રેટાની ‘ક્લાઈમેટ ચેન્જ’ સ્પીચના કર્યા વખાણ,તો કંગના રણૌતની બેહને પીસીને સંભળાવ્યું કંઈક આવું

પ્રિયંકા ચોપડાએ ગ્રેટાની ‘ક્લાઈમેટ ચેન્જ’ સ્પીચના કર્યા વખાણ,તો કંગના રણૌતની બેહને પીસીને સંભળાવ્યું કંઈક આવું

0
Social Share
  • 16 વર્ષની ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થગબર્ગે
  • પ્રિયંકા ચાપરાે કરી ગ્રેટા થનબર્ગની સ્પીચ શૅર
  • ક્લાઈમેટ ચેન્જ વિશે રંગોલી ચંદેલે પ્રિયંકા પર સાધ્યુ નિશાન
  • કહ્યું-આપણા દેશના લોકોના પણ થોડા વખાણ કરો

તાજેતરમાં 16 વર્ષની ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થગબર્ગે યૂએનના ક્લાઈમેટ એક્ટન સમિતમાં પ્રભાવિત કરનારું ભાષણ આપ્યું હતું,આ ભાષણમાં તેણે ક્લાઈમેટ ચેન્જ થવા પર અનેક સવાલ ઉઠાવ્યા હતા અને ક્લાઈમેટ ચેન્જની વિશ્વ પર જે અસર થવાની છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી,ગ્રેટાનું આ ભાષણ પુરા વિશ્વમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયુ છે,તેના સપોર્ટમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ટ્વિટ કર્યુ હતું,આ ટ્વિટ પર કંગના રણૌતની બહેન રંગોલી ચંદેલે નિશાન સાધતું  રિ-ટ્વિટ કર્યું છે.

જેમાં બૉલિવૂડ અને હોલિવૂડના કેટલાક સિતારાઓ પણ સામેલ હતા,જેમાં ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપડાએ પણ ગ્રેટાના ભાષણને ટ્વિટર પર શેર કર્યું હતું,તે સાથે પ્રિયંકાએ લખ્યું હતુ કે, આભાર ગ્રેટા થનબર્ગ,અમારા બધાના ચહેરા પર એક જોરદાર તમાચો મારવા માટે,અમારી પેઢીને એક સાથે લાવીને અને અમને જણાવવા માટે કે અમારે આ વિશે હજુ બરાબર રીતે સમજવાની જરુર છે, આપણે આ દરેક બાબતથી બચવા માટે વધુમાં વધુ કામ કરવાની જરુર છે,છેવટે અપણા બધા પાસે હવે માત્ર આ એક જ ગ્રહ છે #HowDareYou’

https://twitter.com/Rangoli_A/status/1176724777525858304

જ્યારે ક તરફ પ્રિયંકા ફ્રેંસ તેના આ ટ્વિટના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતની બહેન રંગોલી ચંદેલે પ્રિયંકાના આ ટ્વિટ પર આકરો પ્રહાર કર્યો છે,તેણે પ્રિયંકાના ટ્વિટનો જવાબ આપતા કટાક્ષથી આપતા કહ્યું કે, “ પ્રિય પીસી,તમને ફરી અહિયા જોઈને સારુ લાગ્યું,હો  બાળકી ખુબ સારુ કામ કરી રહી છે,પરંતુ આપણા દેશમાં પણ ઘણા લોકો તન,મન,ઘનથી પર્યારવણની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે,માત્ર ભાષણ જ નથી આપી રહ્યા પરિણામ પણ આપે છે….તેમના માટે પણ કેટલાક પ્યારના શબ્દો બોલીદો,સારુ લાગશે”

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડા સહિત આલિયા ભટ્ટ,સોનમ કપુર,અનુષ્કા શર્મા,વરુમ ધવન જેવા સ્ટાર્સે ગ્રેટા થનબર્ગની સ્પીચને સોશિયલ મીડિયામાં શૅર કરી છે,તે સિવાય હોલિવૂડના સિતારા લેઓનાર્ડો ડી કેપ્રિઓ,ક્રિસ હેમ્સવર્થ,જો જોનસ સહિતની અનેક હસ્તીઓએ  સ્પીસ શૅર કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code