- અયોધ્યા ભુમિ પૂજનને ભવ્ય બનાવાની તૈયારીઓ શરુ
- તમામ લોકોને ઘરે રહીને ઉત્સવ મનાવવાની જાણ કરવામાં આવી
- દરેક લોકોને ઘરે અને આસપાસના મંદિરોમાં દિપક પ્રગટાવવાની અપીલ કરાઈ
- વીએચપી નો મેગા પ્લાન રેડી
સમગ્ર દશની જનતા રામ મંદિરના નિર્માણને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહી છે ત્યારે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના ભુમિ પૂજનને પણ શાનદાર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે,વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે,વીએપપી એ માત્ર દેશમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વામાં અપીલ કરી છે,વીએપચીના મહાસચિવ મિલિન્દ પરાન્ડેએ આ અપીલ રજુ કરી છે.
5 ઓગસ્ટના રોજ સવારે 10-30 વાગે સમગ્ર દેશભરમાં અને વિશ્વભરમાં તમામ સંતો અને મહાકત્માઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરે અથવા તો ાસપાસના મંદિર કે આશ્રમમાં ભગવાનીની પૂજા-અર્ચના કરે અને પ્રસાદનું વિતરણ પણ કરે,તે ઉપરાંત અયોધ્યામાં યોજાનાર ભુમિ પૂજનને પોતોના વિસ્તારોમાં મોટી સ્ક્રિન પર લોકોને દેખાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવે.
વીએચપી તરફથી કરવામાં આવેલી અપીલમાં કહેવામાં આવ્યું છે કે,દરેક લોકો પોતાના ઘર,ગુરુદ્રાર,બજાર,આશ્રમને ખુબ સારી રીતે સજ્જ કરે,સંધ્યાના સમયે દિપક પ્રગટાવે તે સાથે જ ભવ્ય રામમંદિર માટે દાન કરવાનું પણ વચન લે,કોરોના જેવા સંકટમાં અયોધ્યા સુધી જવા માટે મુશ્કેલીઓ સર્જાશે જેથી કરીને પોતાના ઘરે રહીને જ આ ભવ્ય ઉત્સાહની તૈયારીઓ કરીને આ ઉત્સવને મનાવો।
મિલિન્જ પરાન્ડે એ અપીલ કરી છે કે.દરેક લોકો પોતાના તમામ કાર્યક્રમમાં સરકાર દ્રારા રજુ કરવામાં આવેલા કોરોનાને લાગતા દરેક નિયોમો આદેશોનું પાલન અવશ્ય કરે,ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિર માટેનું ભુમિ પૂજન કરવામાં આવનાર છે જેની તૈયારીઓ એત્યારથી જ શરુ કરવામાં આવી ચૂકી છે,દેશની જનતામાં કોરોના કાળ વચ્ચે પણ તેનો ઉત્સાહ જળવાયેલો જોવા મળ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ દ્રારા આજરોજ તેની તૈયારીઓનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતુંતેમણે અયોધ્યાના સંત સાધુઓ સાથે એક બેઠક યોજીને પરિસ્થિતિની ભાળ મેળવી હતી.
સાહીન-