IEDRC દ્વારા અમદાવાદની પ્રાચીનું રિસર્ચ પેપર ‘સ્પેન’માં રજુ થશેઃચાલો જાણીયે પ્રાચી અને તેના ‘રિસર્ચ પેપર’ વિશે
વિષય-સોશ્યો પોલિટિકલ એક્ટીવિઝમઃકન્ટેન્ટ એનાલિસિસ ઑફ સિલેક્ટેડ હેસટેગ
અમદાવાદની પ્રાચી કરશે સ્પેનમાં પેપર પ્રેઝન્ટેશન
IEDRC દ્વારા યોજાશે 9મો ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન લેંન્ગવેઝ લીટરેચર એન્ડ લિંગ્વિસ્ટીક
ગુજરાત માટે ગૌરવની વાત
હાલ પ્રાચી REVOI.IN નામની ન્યૂઝ વૅબ પોર્ટલમાં કૉપી એડીટર તરીકે કાર્યરત છે
વિશ્વમાં નેશનલ લેવલે અને ઈન્ટરનેશનલ લેવલે અવનવા અને અલગ અલગ વિષય પર રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન થતા આવ્યા છે,આ પ્રકારના રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન માટે વિશ્વભરમાંથી અનેક વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, ત્યારે સ્પેનમાં IEDRC દ્વારા યોજાનારા ઈન્ટરનેશનલ લેવલના રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનમાં અમદાવાદની પ્રાચીએ મોકલેલા પેપરનું સિલેક્શન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાચી નામની યુવતી સ્પેન જઈને પોતાનું પેપર પ્રેઝન્ટેશન કરશે, આ માટે તેના પેપરનું સીલેક્શન IEDRC દ્વારા કરવામાં આવ્યું છે,
ચાલો જાણીએ પ્રાચી અને સ્પેનમાં ભારત તરફથી રજુ થનારા પ્રાચીના પેપર પ્રેઝન્ટેશન વિશે
IEDRC એટલે કે ઈન્ટરનેશનલ ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર, દ્વારા વિશ્વના અલગ અલગ દેશમાંથી આવેલા રિસર્ચ પેપરનું સિલેક્શન કરીને તેને પ્રેઝન્ટેશન કરવાની એક અમુલ્ય તક આપવામાં આવતી હોય છે,ત્યારે વર્ષ 2019માં યોજાનારા આ 9માં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન લેંન્ગવેજ લીટરેચર એન્ડ લિંગ્વિસ્ટીક 2019,યૂનિવર્સિટી ઑફ બાર્સેલૉના,સ્પેનમાં યોજાનાર છે.
આ રિસર્ચ પેપર સેન્ટરમાં વિશ્વમાંથી ઘણા દેશોના વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા,આ રિસર્ચ સેન્ટરમાં 10 દેશના રિસર્ચ પેપરની એન્ટ્રી કરવામાં આવી હતી,જેમાંથી 60 ટકા લોકોના પેપરને જ પસંદ કરવામાં આવ્યા છે,કારણ કે આ સેન્ટર દ્વારા રિસર્ચ પેપરનો વિષય અર્થસભર હોવો જરૂરી છે, ઉપરાંત વિષયવસ્તુ પણ બધાથી અલગ અને પરફેક્ટ હોવું અનિવાર્ય છે,આ રિસર્ચ પેપર પસંદગી માટેની પ્રકીયા ખૂબ જ જટીલ અને સ્પર્ધાત્મક હોય છે,જેમાંથી આ પેપર રજૂ કરનારા વિદ્યાર્થીઓ એ પસાર થવું પડતું હોય છે.
ત્યારે ભારત દેશના ગુજરાત રાજ્યમાંથી ગૂજરાત યુનિવર્સિટિમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝ્મ કરનાર 24 વર્ષિય પ્રાચી મલયભાઈ ઠાકર નામની યુવતીના પેપરની પસંદગી આ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવી છે,ગુજરાત અને ભારત દેશ માટે આ ગૌરવ લેવા જેવી વાત છે, હાલમાં પ્રાચી અમદાવાદ સ્થિત એક અગ્રગણ્ય REVOI.IN નામની ન્યૂઝ વૅબ પોર્ટલમાં કૉપી એડિટર તરીકે કાર્યરત છે.
આ વિશે પ્રાચીના એડિટર ઈન ચીફ વિરેન્દ્ર પંડિતે જણાવ્યું હતું કે, “સામાજિક, રાજકીય સક્રિયતામાં હેસટેગની અસર અંગે પ્રાચી ઠાકરનું સંશોધન નિશ્વિતપણે સર્વે માટે ઉપયોગી બનશે,તેનું રિસર્ચ તે સમયે આવ્યું છે કે, જ્યારે આપણે બદલતી ટેક્નોલૉજીના મોટા પડકારની રજૂઆત કરી રહ્યા છે,મને વિશ્વાસ છે કે પ્રાચી તેના કારકીર્દીમાં ખૂબજ આગળ વધશે”
માત્ર 24 વર્ષની પ્રાચીએ સોશ્યો પોલિટિકલ એક્ટીવિઝમઃકન્ટેન્ટ એનાલિસિસ ઑફ સિલેક્ટેડ હેસટેગ નામનું રિસર્ચ પેપર તૈયાર કરીને સ્પેનના ઈન્ટરનેશનલ ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં મોકલ્યું હતું, જે IEDRC દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રાચી ઠાકરના ગાઈડ અમિ દીવેટીયાના પ્રેરણા,પ્રયાસ અને માર્ગદર્શન હેઠળ આ સોપાન સર થયું.
આવનારી 5 થી 7 નવેમ્બરમાં યોજાનારી આ ત્રણ દિવસીય 9th ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન લેંન્ગવેજ લીટરેચર એન્ડ લિંગ્વિસ્ટીક 2019,માં તેમના રિસર્ચ ગાઈડ અમી દિવેટીયા તેમના સાથે સ્પેનમાં હાજર રહેશે અને પ્રાચીના આ પેપર પ્રેઝન્ટેશનમાં સહયોગી બનશે.ત્યારે પ્રાચી સાથે આ વિષય પર વાત કરવામાં આવતા તેણે જણાવ્યું હતુ કે “આ સોશ્યો પોલિટિકલ એક્ટીવિઝમઃકન્ટેન્ટ એનાલિસીસ ઑફ સિલેક્ટેડ હેસટેગ, રિસર્ચ પેપર તૈયાર કરવામાં તેમના ગાઈડ અમી દિવેટીયાનો સંપૂર્ણ સાથ સહકાર રહ્યો હતો અને આ માટે મે પોતે પણ એક વર્ષથી આ વિષય વસ્તુ પાછળ મહેનત કરી હતી અને ખુબ રિસર્ચ કર્યું છે, જેના ફળસ્વરુપે મને સફળતા મળી છે, અને હું ખૂબ જ ખુશ છુ કે, વિશ્વના 10 દેશોમાંથી મારા પેપરનું સિલેક્શન IEDRC દ્વારા કરવામાં આવ્યું છે,મે મારા આ પેપરમાં હેસટેગ દ્વારા વિશ્વમાં જે બદલાવ આવ્યા છે તેની વાત રજૂ કરી છે. અને આ હેસટેગ અભિયાન કઈ રીતે સત્તા પર બેસેલા લોકોને પણ કાયદા બદલવા પર પ્રેરીત કરી શકે છે”
પ્રાચીએ પોતાના આ રિસર્ચ પેપરમાં વર્તમાનમાં સોસાયટીમાં ખુબ જ પ્રચલીત થયેલા હેસટેગ ચેલેન્જ #Metoo, #377, #Blocknarendramodi, #Antihatechallenge, #Bhuprotest પર રિસર્ચ કર્યું છે.