1. Home
  2. revoinews
  3. ઇન્ટરપોલની ચેતવણી, કોરોના સંક્રમિત પત્રો મોકલીને રાજકીય હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે
ઇન્ટરપોલની ચેતવણી, કોરોના સંક્રમિત પત્રો મોકલીને રાજકીય હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે

ઇન્ટરપોલની ચેતવણી, કોરોના સંક્રમિત પત્રો મોકલીને રાજકીય હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે

0
Social Share
  • વિશ્વભરના દિગ્ગજ રાજકીય નેતાઓને કોરોના સંક્રમિત પત્રો મોકલીને સંક્રમિત કરવાનું કાવતરું
  • ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (Interpol) એ આ ચેતવણી આપી
  • ઇન્ટરપોલે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને આ અંગે સચેત અને સતર્ક રહેવા આપી છે સૂચના

નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. એક વખત સંક્રમણ અંકુશમાં આવ્યા બાદ પણ અનેક દેશોમાં સ્થિતિ ફરી વણસી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલે દાવો કર્યો છે કે દિગ્ગજ રાજકીય નેતાઓને કોરોના સંક્રમિત પત્રો મોકલીને શિકાર બનાવવામાં આવી શકે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઇન્ટરપોલ તરફથી વિશ્વભરની સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે. ઇન્ટરપોલ તરફથી એજન્સીઓને સૂચના અપાઇ છે કે કોવિડ-19 દસ્તાવેજોને લઇને સાવધાની રાખવી. ઇન્ટરપોલે દાવો કર્યો છે કે કોવિડ સંક્રમિત પત્રો અથવા દસ્તાવેજો મારફતે રાજકીય હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. માર્ગદર્શિકા પ્રમાણે ઇન્ટરપોલે દુનિયાના અન્ય દેશો સહિત ભારતની તપાસ એજન્સીઓને પણ ચેતવણી આપી છે, જેમાં કામ કરવાની અલગ અલગ રીત પર દેખરેખ વધારવાનું કહેવામાં આવ્યું છે.

ઇન્ટરપોલ અનુસાર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય વૈશ્વિક નેતાઓને નિશાન બનાવીને કોરોના સંક્રમિત પત્રો મોકલવામાં આવી શકે છે. આનાથી ખૂબ જ સચેત રહેવાની જરૂર છે. દુનિયાના મોટા નેતાઓને કોરોના સંક્રમિત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

માર્ગદર્શિકા અનુસાર તપાસ એજન્સીઓના અધિકારીઓ, ડૉક્ટર્સ, જીવનજરૂરી સેવામાં રોકાયેલા લોકોને ડરાવવા માટે તેમના ચહેરા પર ઉધરસ ખાવાના અને થૂંકવાના કેસ સામે આવી ચૂક્યા છે. જો આવું કરનાર વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તેનાથી ખતરો વધી શકે છે. સપાટીઓ પર અને વસ્તુઓ પર થૂંકવાના અને ઉધરસ ખાઇને ઇરાદાપૂર્વક કોરોના સંક્રમણ ફેલાવવાની સૂચના મળી છે. અમુક કોવિડ-19 સંક્રમિત પત્રો પણ મળ્યા છે. જેનાથી રાજકીય નેતાઓને શિકાર બનાવી શકાય છે. આ કામ કરનારા લોકો અન્ય સમૂહોને પણ પ્રભાવિત કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય એજન્સીના દાવા અનુસાર અમુક લોકો કોરોના સંક્રમિત હોવા છત્તાં જાણી જોઇને એવા વિસ્તારોમાં જઇ શકે છે જ્યાં કોરોનાનું સંક્રમણ નથી ફેલાયું. આ સાથે જ કોરોના સંક્રમિતના સેમ્પલ્સ ઑનલાઇન વેચવાનો દાવો કરતી એક યાદી મળી છે. ઇન્ટરપોલ તરફથી તમામ વિભાગોને સતર્ક રહેવાની સૂચના અપાઇ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code