પ.બંગાળમાં ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા, મમતા બેનર્જીના પ્રધાન બોલ્યા- ખૂનનો બદલો ખૂન
ચૂંટણી બાદ પણ પશ્ચિમ બંગાળમાં ખૂનખરાબો ચાલુ છે. કૂચબિહાર અને ઉત્તરી દમદમમાં ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં તણાવનો માહોલ છે અને બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણના અહેવાલ છે. ગુરુવારે મમતા બેનર્જી માર્યા ગયેલા ટીએમસીના કાર્યકર્તાઓના ઘરે જવાના છે.
મંગળવારે રાત્રે ઉત્તર દમદમ નગરપાલિકાના વોર્ડ-6ના અધ્યક્ષ અને ટીએમસીના નેતા નિર્મલ કુંડૂની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી લાગ્યા બાદ કુંડૂને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની લડાઈ તેજ થઈ ચુકી છે. બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયા મલ્લિકે ટીએમસીના નેતાની નિર્મમ હત્યા પર ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
જ્યોતિપ્રિયા મલ્લિકે ક્હ્યુ છે કે મારી પાસે કહેવા માટે કંઈપણ નથી. સુપારી કિલર સાથે આરોપી દેખાયો છે. આરોપીએ ભાજપની સાથે મળીને ચૂંટણી પ્રચાર કર્યો છે. તેણે સુપારી કિલરની મદદ કરી છે. ત્યારે સુપારી કિલરે ટીએમસીના કાર્યકર્તાની હત્યા કરી દીધી છે. અમે જાણવા માંગીએ છીએ કે માસ્ટરમાઈન્ડ કોણ છે? બેરક અથવા બીજાપુરથી છે ? જેણે અમારા નેતાને મારવાનો આદેશ આપ્યો. અમે માસ્ટરમાઈન્ડને પણ નહીં છોડીએ. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
મલ્લિકે કહ્યુ છે કે નિર્મલ કુંડૂ આપણા લોકપ્રિય નેતા હતા. લોકસભા ચૂંટણીમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમના બૂથથી ટીએમસીને 600 વોટની સરસાઈ મળી હતી. અમે જાણીએ છીએ કે આ હત્યાની પાછળ કોણ માસ્ટરમાઈન્ડ છે. શું તે ભાટપાર અથવા બીજાપુરનો ડોન છે?અમે રાજકીય લડાઈ શરૂ કરી દીધી છે. જો લડાઈ અમે લડીએ છીએ, તેને સ્વીકાર કરવા માટે તૈયાર છીએ. જો લોહી વહે છે, તો અમે પણ જવાબ આપીશું.
મમતા બેનર્જીના કાર્યક્રમ સંદર્ભે જણાવતા જ્યોતિપ્રિયા મલ્લિકે કહ્યુ છે કે જો સંઘર્ષ શરૂ થાય છે, તો અમે પણ સંઘર્ષ માટે તૈયાર છીએ. અમે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે. અમે કાળો દિવસ મનાવીશું. અમે જિલ્લામાં રેલીનું આયોજન કરીશું. મુખ્યપ્રધાન આજે એટલે કે ગુરુવારે આવશે. ભાજપે ગંદા ખેલની શરૂઆત કરી છે. અમે આગામી દશ દિવસોમાં આનો અંત જોઈશું. અમે ભાજપને આ ખુલ્લો પડકાર ફેંકીએ છીએ.
આ ઘટના બાદ પોલીસે સુમન કુંડૂ અને સુજય દાસને કથિતપણે ગોળી મારવાના આરોપમાં એરેસ્ટ કર્યા છે. બંનેને બુધવારે બેરકપુર ઉપમંડળ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમના કબજામાંથી કેટલાક હથિયાર અને કારતૂસ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યુ છે કે બંને આરોપી ભાજપના કાર્યકર્તા છે.
બુધવારે કૂચબિહારમાં દિનહાટામાં ટીએમસીના કાર્યકર્તા અજીજુર રહમાનની લોકોએ માર મારીને હત્યા કરી હતી. આ હત્યાનો આરોપ પણ ભાજપ પર લાગ્યો હતો.
તો ભાજપ ગુરુવારે નૈહાટી નગરપાલિકામાં જીતની ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ પણ સામેલ હશે.