- મુંબઈમાં ઈડીના કાર્યાલય આસપાસમાં ઘારા 144 લાગુ
- સુરક્ષાનો પુરતો બંદોબસ્ત
- શિવસેના અને કોંગ્રેસે કર્યું શરદ પવારનું સમર્થન
- શરદ પવારે ઈડીની ઓફિસ નહી જવાનો નિર્ણય લીધો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે,દપેર વિપક્ષ પાર્ટી તેમની સાથે છે,બેંક ઘોટાળાના મામલે તેમને કંઈજ લેવા-દેવા નથીતેમણે એમ પણ કહ્યું કે,હું નથી ઈચ્છતો કેકાનુની વ્યવસ્થતા ખરાબ થાય તે માટે ઈડીના કાર્યાલયમાં નહી જવાનો નિર્ણય લીધો છે.
બંક ઘોટાળાના કેસ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે ઈડીના કાર્યાલયમાં જવાનો નિર્ણય લીધો હતો,જો કે ઈડી તરફથી તેમને હાજર રહેવાની નોટીસ આપવામાં આવી નહોતી, શરદ પવારનું કહેવું છે કે,બેંક ઘોટાળામાં એફઆઈઆરના વિરુદ્ધ ઈડીની એફિસમાં જશે ને પોતાનો પક્ષ રજુ કરશે,ત્યારે ઈડે કહ્યું કે તેમને ઓફિસમાં આવવા માટે પરવાનગી નહી મળે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શરદ પવારને ઈ-મેલ મોકલ્યો હતો જેમાં કહેવમાં આવ્યું હતુ કે,તેઓ જે ઈડીના કાર્યાલયમાં ન આવે,પરંતુ પવાર ઈડીના કાર્યાલયમાં જવાની જીદ પકડીને બેસ્યા હતા.
ત્યારે મુંબઈ પોલીશ કમિશ્નર સંજય બાર્વેએ શરદ પવાર સાથે તેમના ઘરે પહોંચીને મુલાકાત કરી હતી,અને તેમણે પવારને ઈડીના કાર્યાલયમાં ન જવા જણાવ્યું,શરદ પવારે કહ્યું કે દરેક વિપક્ષની પાર્ટો તેમની સાથે જ છે,આ ઘોટાળાથી મારે કંઈ લેવા-દેવા છે જ નહી,તેમણે કહ્યું કે હું નથી ઈચ્છતો કાયદાકીય વ્યવસ્થા ખરાબ થાય,તે માટે જ ઈડીના કાર્યાલયમાં ન જવાનો નિર્ણય લીધો છે.આમ છેવટે શરદ પવારે ઈડીના કાર્યાલયમાં જવાની જીદ પડતી મુકી હતી.