વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી. મુખર્જીએ મિઠાઈ ખવડાવીને મોદીને જીત માટે અભિનંદન આપ્યા. તાજેતરમાં જ મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના પણ આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બંને નેતાઓએ મોદીને જીતના અભિનંદન આપ્યા હતા.
મોદીએ ટ્વિટ કર્યું, ‘પ્રણવદાને મળવું મારા માટે હંમેશાં એક સારો અનુભવ રહે છે. તેમના જ્ઞાન અને અંતર્દ્રષ્ટિની કોઈની સાથે તુલના ન થઈ શકે. તેઓ એક સ્ટેટ્સમેન છે. દેશ માટે તેમના યોગદાનને ભૂલી ન શકાય. આજે તેમને મળીને આશીર્વાદ લીધા.’
ઉલ્લેખનીય છે કે મોદીએ 30 મેની સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાનપદના શપથ લેશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓને પણ શપથ અપાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે બિમસ્ટેક દેશોને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.