- પીએમ મોદીએ બિહારમાં 12થી વધુ પરિયોજનાનું લોકાર્પણ કર્યુ
- પીએમ મોદીની બિહારને ભેટ
- કોસી રેલ મહાસેતુનું લોકાર્પણ કર્યુ
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ શુક્રવારે બિહારના ઐતિહાસિક કોસી રેલ મહાસેતુની સાથે યાત્રીઓની સગવડતા સંબંધિત 12 રેલ્વે સંબિધિત પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડા પ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણવાયું હતું કે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થનારા કોસી રેલ મહાસેતુનું ઉદ્ઘાટન બિહારના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હશે.
Delhi: Prime Minister Narendra Modi to dedicate Kosi Rail Mega Bridge to the nation and inaugurate new rail lines and electrification projects in Bihar, via video-conferencing. pic.twitter.com/gQrsJXQxu4
— ANI (@ANI) September 18, 2020
આ યોજના ઐતિહાસિક હોવાનું કારણ એ છે કે,આ મહાસેતુ પુલ આ ક્ષેત્રને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો સાથે જોડશે. છેલ્લા કેટલાક દિવસોમાં વડા પ્રધાન મોદીએ રાજ્ય બિહારને અનેક યોજનાઓ ભેટ તરીકે આપી છે.
સાહીન-