- આવતી કાલે પીએમ મોદી લોન્ચ કરશે 1 લાખ કરોડની સહાય
- વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ સુવિધા લોન્ચ કરાશે
- પીએમ-કિસાન યોજના હેઠળ 8.5 લાખ કરોડ ખેડૂતોને છઠ્ઠા હપ્તા તરીકે 17 હજાર કરોડ રુપિયા જાહેર કરાશે
9 ઓગસ્ટ સવારે 11 વાગ્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ હેઠળ એક લાખ કરોડ રુપિયાની નાણાકીય સુવિધઆ લોન્ચ કરશે, જુલાઇ મનહિનામાં સરકારે કૃષિ માળખાગત સુવિધા માટે લોન આપવા એક લાખ કરોડના ભંડોળ સાથે કૃષિ માળખાગત ભંડોળ સ્થાપવાની મંજૂરી આપી હતી.
PM Narendra Modi will launch financing facility of Rs 1 lakh crore under the Agriculture Infrastructure Fund tomorrow at 11 AM via video conferencing. PM will also release 6th instalment of Rs 17,000 crores fund to 8.5 crores farmers under PM-KISAN scheme: Prime Minister's Office pic.twitter.com/qVk2njavUp
— ANI (@ANI) August 8, 2020
આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ-કિસાન યોજના હેઠળ 8.5 લાખ કરોડ ખેડૂતોને છઠ્ઠા હપ્તા તરીકે 17 હજાર કરોડ રુપિયા પણ રજુ કરશે, કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજુ કરવામાં આવેલા 20 લાખ કરોડ રુપિયાના પ્રોત્સાહન પેકેજનો એક ભાગ છે.
કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ શું છે-જાણો
- કૃષિ ઈન્ફ્રાસ્ટક્ચર ફંડ સમય મર્યાદા 10 વર્ષની છે અટલે કે 2029 સુધી
- આ સુવિધાથી ગ્રામીણ ક્ષેત્રમાં ખેતી સાથે જોડાયેલ ઈન્ફ્રાસ્ટક્ચર તૈયાર કરવામાં મળશે મદદ
- આ યોજનાનો હેતુ ગ્રામીણ ક્ષેત્રમાં રોકાણ અને રોજગારીની તક વધારવાનો છે
- આ ધિરાણ સુવિધા હેઠળ, 2 કરોડની મર્યાદા સુધીની તમામ લોન પર વાર્ષિક ત્રણ ટકાના વ્યાજની જોગવાઈ,અને સાત વર્ષનો સમય આપવામાં આવશે
- આ અંતર્ગત બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, ખેડૂત જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ , કૃષિ ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ અને એગ્રિક ટેક પ્લેયર્સને લગભગ 1 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે
- ચાર વર્ષમાં લોનનું વિતરણ કરવામાં આવશે. વર્તમાન વર્ષમાં 10,000 કરોડ રુપિયા અને આગામી ત્રણ નાણાકીય વર્ષો માટે દર વર્ષે 30,000 કરોડનું વિતરણ કરવામાં આવશે.
આ સમગ્ર બાબતે કૃષિ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનું સંચાલન ઓનલાઇન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઈએસ) પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવશે.આ સુવિધાની ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો થશે.
સાહીન-