પીએમ મોદી શુક્રવારે સર્વપક્ષીય બેઠક યોજશે: કોરોનાવાયરસના વધતા જતા કેસોને લઈને કેન્દ્ર સતર્ક
- પીએમ નરેન્દ્ર મોદી યોજશે સર્વપક્ષીય બેઠક
- 4 ડીસેમ્બરના રોજ યોજાશે સર્વપક્ષીય બેઠક
- કોરોનાના વધતા કેસને લઈને યોજાશે બેઠક
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બચાવની પદ્ધતિઓની ચર્ચા કરવા અને રણનીતિ ઘડવા માટે 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળશે. આ ઓનલાઈન બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના ફ્લોર લીડર્સને પણ બોલાવવામાં આવ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 94 લાખ 31 હજાર 692 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38 હજાર 772 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ દરમિયાન 443 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે કોરોનાથી 45,152 લોકો સાજા થયા છે. કોરોના મહામારીને કારણે અત્યાર સુધી 1 લાખ 37 હજાર 139 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વેક્સીનના વિકાસ અને ઉત્પાદનની ત્રણ ટીમો સાથે સોમવારે એક ઓનલાઇન બેઠક પણ યોજી હતી, પીએમ મોદીએ કંપનીઓને સૂચન આપ્યું હતું કે, તેઓએ કોવિડ -19 વેક્સીન વિશે તેની અસરકારકતા સહિત લોકોને સરળ ભાષામાં માહિતી આપવા માટે વધારાના પ્રયત્નો કરવા જોઈએ.
પીએમ મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની મુલાકાત લીધી હતી. તેમણે આ શહેરોમાં કોરોના વાયરસ વેક્સીનના વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.
_Devanshi