નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠક માટે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. માનવામાં આવે છે કે તે દરમિયાન હ્યુસ્ટનમાં તેઓ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લાકોને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે.
સૂત્રો મુજબ, વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બરે જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની વિશેષ બેઠકને સંબોધિત કરે તેવી શક્યતા છે. પ્રવાસ દરમિયાન તેઓ હ્યુસ્ટન અથવા શિકાગોમાં અપ્રવાસી ભારતીયોને સંબંધિત કરે તેવી શક્યતા છે. પીએમ મોદીના સંબોધનની તારીખ તો નક્કી નથી, પરંતુ 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં પીએમના સંબોધનની શક્યતા છે. પીએમના કાર્યક્રમને લઈને હ્યુસ્ટનમાં તૈયારી થઈ રહી છે.
તેઓ આ વર્ષના આખરમાં સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક મહાસભા બેઠકમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક આવશે. જો કે આ મુલાકાત બાબતે અત્યાર સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. આના સંદર્ભે જાણકારી ધરાવતા સમુદાયના સૂત્રો પ્રમાણે, વડાપ્રધાન 23 સપ્ટેમ્બરે જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની વિશેષ બેઠકને સંબોધિત કરવા હ્યુસ્ટનથી ન્યૂયોર્ક આવશે.