વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીથી લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનું નોમિનેશન ફાઇલ કરશે. આ નોમિનેશ ફાઇલ કરતા પહેલા તેમણે વારાણસીના કાળભૈરવ મંદિરમાં પ્રાર્થના કરી. ત્યાંથી બનારસની ગલીઓમાં લોકોને મળતા-મળતા, હાથ મિલાવતા તેઓ નોમિનેશન ભરવા માટે કલેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા છે. પીએમ મોદીએ કલેક્ટોરેટ ઓફિસ પહોંચીને અકાલી દળના અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલને પગે લાગીને તેમના પણ આશીર્વાદ લીધા.
ગઇકાલે વારાણસીમાં પોતાના મેગા રોડ શૉ પછી જનતાને સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે, કાશીના કોટવાળ છે કાળભૈરવ. તેમની પ્રેરણાથી જ આ ચોકીદાર ભારતને નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. જ્યારે નિયત સાફ હોય છે તો પછી નિયંતા પણ સાથે જ હોય છે.