ભાજપની જીતથી દેશ હારી ગયો કહેનાર કોંગ્રેસને પીએમનો સવાલ, વાયનાડ-રાયબરેલીમાં હિંદુસ્તાન હારી ગયું શું?
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સંસદના બંને ગૃહોમાં ચર્ચા થઈ છે. લોકસભામાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. હવે આજે રાજ્યસભામાં તેઓ પોતાનો જવાબ આપી રહ્યા છે.
લોકસભામાં આપવામાં આવેલા ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણીગણીને કોંગ્રેસ પર હુમલા કર્યા અને ઈમરજન્સીથી લઈને વિકાસના મુદ્દા પર મોદીએ કોંગ્રેસને વેધક વાકબાણોથી ચોટ પહોંચાડવાની કોશિશ કરી હતી. હવે બુધવારે તેઓ રાજ્યસભામાં પોતાનું સંબોધન કરી રહ્યા છે.
પીએમ મોદીનું સંબોધન સમાપ્ત થઈ ચુકયું છે અને તેના પર લાવવામાં આવેલા સંશોધનોને ગૃહે ધ્વનિમતથી નામંજૂર કર્યા છે. હવે રાજ્યસભામાં જળ સંકટ પર અલ્પકાલિક ચર્ચા થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ચર્ચાની શરૂઆત કરી છે. અઢી કલાકની ચર્ચા બાદ પ્રધાન આના પર જવાબ આપશે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે રાજ્યસભામાં અમારી પાસે સંખ્યાબળ નથી, તો એનો અર્થ શું એ છે કે અહીંથી બિલ પારીત નહીં થઈ શકે. ગત સરકારના ઘણાં બિલ લેપ્સ થયા, કારણ કે રાજ્યસભામાં પારીત થયા નહીં. જ્યારે તે લોકસભામાં પસાર થઈ ગયા હતા. આનાથી દેશની જનતાના નાણાં બરબાદ થયા. રાજ્યસભા પણ ફેડરલ સ્ટ્રક્ચરનો હિસ્સો છે અને તે જવાબદારી તરફ આપણે આગળ વધવું પડશે. તેમણે કહ્યુ છે કે જનાદેશ વિરોધનો હોઈ શકે છે, પરંતુ અડચણ પહોંચાડવાનો જનાદેશ કોઈને પણ મળ્યો નથી. તેમણે કહ્યુ છે કે આપણે મળીને ગૃહને ચલાવવું પડશે, ત્યારે દેશ આગળ વધી શકે છે. વડાપ્રધાન મોદીએ આખરમાં કહ્યુ છે કે દેશને જૂની અવસ્થામાં રાખી શકાય નહીં.
ચમકી તાવ સૌના માટે શરમની વાત: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આયુષ્યમાન ભારત યોજના પર પણ ગૃહની અંદર સવાલ ઉઠાવવામાં આવ્યા. પાંચ વર્ષોમાં ઘણાં સાંસદોએ મને પીએમ રાહત કોષમાંથી મદદ આપવાની અપીલ કરી. આયુષ્યમાન ભારતની શક્તિ આ સંસદને ખબર છે, જેણે પીએમ કોષમાંથી ગરીબની મદદ માટે ક્યારેક ચિઠ્ઠી લખી હોય. આજે એક પણ ચિઠ્ઠી પેન્ડિંગ નથી, કારણ કે તેને આ યોજનાથી ઈલાજ મળી રહ્યો છે. એક બીમારીથી 20 વર્ષોની મહેનત ચાલી જતી હતી, ક્રેડિટ મોદી લઈ જશે તેની ચિંતા કરો નહીં. 2024 માટે નવી યોજના લઈને આવીશું. બિહારના ચમકી તાવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ક્હ્યુ કે આ આપણા માટે શરમ અને દુખની વાત છે અને તેને આપણે સૌએ ગંભીરતાથી લેવું પડશે. પીએમ મોદીએ કહ્યુ છે કે પૂર્વ યુપીમાં હાલના દિવસોમાં સારી સ્થિતિ દેખાઈ રહી છે. તેમણે કહ્યુ છે કે સંકટથી બહાર નીકળવા માટે બિહારના મુખ્યપ્રધાનના સંપર્કમાં છે અને અમારા આરોગ્ય પ્રધાન પણ આના પર ધ્યાન આપી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે પ્રભાવ, અભાવ અને દબાવ વચ્ચે જનતાને કચડવા દઈશું નહીં. તેમણે કહ્યુ છે કે પાંચ વર્ષ પહેલા કરોડો મકાનોમા વીજળી, ગેસ અને શૌચાલય ન હતા. પરંતુ અમે નાની-નાની વસ્તુઓથી દેશને બદલ્યો છે, કારણ કે અમે મોટા બની ગયા નથી અને અમે નાનાની નાની-નાની સમસ્યાઓનું સમાધાન કર્યું છે, તેનું પરિણામ મોટું આવ્યું છે. પીએમ મોદીએ કહ્યુ છે કે મારે વિદેશ જવાનું છે અને મે સમય માંગ્યો તેમા પણ હાથપગ જોડવા પડી રહ્યા છે, કેટલો અહંકાર છે. જનતાએ જે નિર્ણય કર્યો છે, તેનું ગળું ટૂંપવાની કોશિશિ થવી જોઈએ નહીં. દેશને નુકસાન થયું પાચં વર્ષ તેનું અમને દર્દ થયું છે, અહીં અમારી બહુમતી નથી. રાજ્યસભામાંથી પણ અમને મદદ મળવી જોઈએ.
સરદાર પટેલને અમે સમ્માન આપ્યું : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે રાજીવ ગાંધીએ આસામ સમજૂતીમાં એનઆરસીનો સ્વીકાર કર્યો હતો, તમે આની પણ ક્રેડિટ લો. તેમણે ક્હ્યુ છે કે અડધું લેવું અને અડધું છોડી દેવું ચાલતું નથી. પીએમ મોદીએ કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર અમે એનઆરસી લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે ક્હ્યુ છે કે સરદાર પટેલ જો પહેલા વડાપ્રધાન હોત, તો આજે કાશ્મીર સમસ્યા હોત નહીં, તેમણે 500 રજવાડાને એક કરી તેમાં કોઈ બેમત નથી. સરદાર સાહેબ કોંગ્રેસી હતા અને તે પાર્ટી માટે જ જીવયા. દેશની ચૂંટણીમાં સરદાર સાહેબ નજરે પડતા નથી. પરંતુ ગુજરાતની ચૂંટણીમાં જરૂર દેખાય છે. અમે તમારી પાર્ટીના નેતાની સૌથી મોટી પ્રતિમા ગુજરાતમાં બનાવડાવી છે અને કોંગ્રેસના નેતાઓએ તે જોઈને આવવી જોઈએ. ગુલામ નબીજી થોડાક દિવસો તો ગુજારો ગુજરાતમાં.
હિંસા પર રાજનીતિ થાય નહીં : પીએમ મોદી
પીએમ મોદીએ ક્હયુ છે કે ઝારખંડને મોબ લિંચિંગનો અડ્ડો ગણાવવામાં આવ્યો, યુવકની હત્યાનું મને પણ દુખ છે અને સૌને થવું જોઈએ. દોષિતોને સજા થવી જોઈએ. પરંતુ તેના આધારે એક રાજ્યને દોષિથ ગણાવવું શું આપણા માટે શોભાસ્પદ છે. પછી તો આપણને ત્યાં સારું કરનારા લોકો જ મળશે નહીં. સૌને કટઘરામાં લાવીને રાજનીતિ તો કરી લઈશું. પરંતુ પરિસ્થિતિને સુધારી શકીશું નહીં. તેમણે કહ્યુ છે કે ગુનો થવા પર યોગ્ય રસ્તો બંધારણ, કાયદો અને વ્યવસ્થામાંથી નીકળે છે અને તેના માટે જેટલું કરી શકાય છે, તેટલું કરવું જોઈએ. પાછા હટવું જોઈએ નહીં. મારા અને તારા આતંકવાદથી દુનિયાને સૌથી મોટું નુકસાન થયું છે અને હિંસાની ઘટના કોઈપણ ઠેકાણે થાય, આપણો એક જ માપદંડ હોવો જોઈએ. હિંસા પર રાજનીતિ થવી જોઈએ નહીં અને અન્ય ઠેકાણે આપણે પોલિટિકલ સ્કોર કરી શકીએ છીએ.
કેવું ઓલ્ડ ઈન્ડિયા ઈચ્છો છો?: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ છે કે ન્યૂ ઈન્ડિયાનો પણ વિરોધ કરાઈ રહ્યો છે, કંઈક ખોટું હોઈ શકે છે, પરંતુ બધું ખોટું ઘણાવી દેવાનું ક્યાં સુધી યોગ્ય છે. તેમણે કહ્યુ છે કે ઓલ્ડ ઈન્ડિયાની માગણી થઈ રહી હતી, કેમ ભાઈ. ઓલ્ડ ઈન્ડિયામાં કેબિનેટના નિર્ણયને ફાડી નાખવામાં આવ્યો. દરેક તરફ ગોટાળા થયા એવું ઓલ્ડ ઈન્ડિયા. ગેસ કનેક્શન માટેની લાઈન લગાવવી પડે તેવું ઓલ્ડ ઈન્ડિયા, પાસપોર્ટ માટે મહીનાઓ સુધી રાહ જોનારું ઓલ્ડ ઈન્ડિયા જોઈએ. ઈન્સ્પેક્ટર રાજનું ઓલ્ડ ઈન્ડિયા જોઈએ. દેશની જનતા આઝે હિંદુસ્તાનને જૂના સમયમાં લઈ જવા માટે તૈયાર નથી અને અમે જનતાના સપનાને પૂર્ણ કરવાના પ્રયાસમાં છીએ અને આ કોશિશ અમે કરી છે. તેમણે કહ્યુ છે કે સરકારનું કામ રિબિન કાપવાનું અને દીપ પ્રગટાવવાનું માનવામાં આવતું હતું. પરંતુ અમે નીતિ અને રણનીતિ બદલી નાખી છે. ગરીબો માટે પહેલા પણ ઘર બનાવતા હતા અને હાલ પણ બનાવીએ છીએ. પરંતુ અમે પાચં વર્ષમાં દોઢ કરોડ મકાન બનાવ્યા અને તમે 25 લાખ બનાવતા હતા. અમે સરકારીકરણમાંથી બહાર નીકળીને સરળીકરણ પર ભાર મૂક્યો છે.
દરેક વસ્તુનો વિરોધ કરવામાં આવ્યો: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ છે કે તમે ઈવીએમનો જ વિરોધ કરતા નથી. તમે વિરોધી દળનો મતલબ શબ્દના સ્વરૂપમાં ઉતારી લીધો અને દરેક વસ્તુનો વિરોધ કરો છો. તેમણે કહ્યુ છે કે ડિજિટલ લેણદેણનો વિરોધ થયો, આધારનો વિરોધ કર્યો, જેને તમે મહાન ગણાવતા હતા, આપણે જો ન્યૂ ઈન્ડિયા બનાવવા માંગીએ છીએ, તો તકનીકથી કેટલા દૂર ભાગીશું. જીએસટીનો પણ વિરોધ કરવામાં આવ્યો, આ નકારાત્મકતા છે. તેમણે ક્હ્યુ છે કે જે પક્ષોનો વ્યવહાર આ ગૃહમાં અડચણ નાખવાનો રહ્યો છે, સરકારનું કામ રોકવાનો રહ્યો છે. તેમને દેશવાસીઓએ સજા આપી છે. લોકસભામાં શું કર્યું તેના પર નહીં, પણ રાજ્યસભામાં શું થઈ રહ્યું છે, તેને જોઈને જનતાએ વોટ કર્યો છે.
વિજયને પચાવી શકી નથી કોંગ્રેસ : પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ચૂંટણીના વાતાવરણને ડિરેલ કરવાનો માહોલ બનાવવામાં આવ્યો, પછી વીવીપેટ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો, પરંતુ તેનાથી ઈવીએમની શક્તિ વધી ગઈ. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસની કંઈકને કંઈક મુશ્કેલી છે, તમે વિજય પણ પચાવી શકતા નથી અને 2014થી હું જોઈ રહ્યો છું કે તમે પરાજયને પણ સ્વીકારી શકતા નથી. તેમણે કહ્યુ છે કે લોકશાહીમાં દરેક પક્ષનું એક સમ્માન છે અને તેના પ્રત્યે આપણું પણ સમ્માન હોવું જોઈએ, ત્યારે લોકશાહી ચાલે છે. મધ્યપ્રદેશમાં જીતના થોડાક દિવસો બાદ જ એવા અહેવાલ આવવા લાગ્યા. ચૂંટણી સુધારાની ચર્ચા ખુલા મનથી થવી જોઈએ. પરંતુ એખ દેશ એક ચૂંટણી વિરુદ્ધ બોલવું ઠીક નથી. ઓછામાં ઓછું ચર્ચા તો કરો. શું આજે સમયની માગણી નથી કે દેશમાં એક મતદાતા યાદી એક થાય, જેટલી ચૂંટણી એટલી મતદાતા યાદી છે. પંચાયતમાં એક પણ મતદાતા છૂટતો નથી, કારણ કે ત્યાં એક-એક વોટ મહત્વનો છે. પહેલા દેશમાં એક દેશ-એક ચૂંટણી થતી હતી. આ બાદમાં ગડબડ થઈ છે. ઓડિશાનું ઉદાહરણ સામે છે.
કોંગ્રેસ ઈવીએમ લઈને આવી: મોદી
પીએમ મોદીએ કહ્યુ છે કે આજે ચૂંટણી બાદ મતદાન પ્રતિશતના વધવાની ચર્ચા થાય છે, પરંતુ પહેલા હિંસા અને બૂથ કેપ્ચરિંગની ચર્ચા થતી હતી. જ્યારથી યોગ્ય અર્થમાં લોકશાહીની પ્રક્રિયા આવી છે, તેવામાં હારવાનો ક્રમ પણ ત્યારથી શરૂ થયો છે. દેશ લોકશાહીને આવી રીતે દબોચવાની પ્રક્રિયામાં મદદ કરી શકે નહીં.
પીએમ મોદીએ કહ્યુ છે કે 1977માં સૌથી પહેલીવાર ઈવીએમની ચર્ચા શરૂ થઈ હતી, ત્યારે અમે રાજનીતિમાં ક્યાય નજરે પડતા ન હતા અને 1988માં આ ગૃહમાં બેઠેલા લોકોએ કાયદેસર રીતે આ વ્યવસ્થાને મંજૂરી આપી, અમે ત્યારે પણ ન હતા. ઈવીએમ પણ કોંગ્રેસે જ કર્યું હતું અને આજે હારી ગયા તો રડી રહ્યા છે. ઈવીએમથી અત્યાર સુધી 113 વિધાનસભાઓની ચૂંટણી થઈ છે અને અહીં બેઠેલા તમામ દળોને તે ઈવીએમથી સત્તામાં આવવાનો મોકો મળ્યો છે. ચાર લોકસભા ચૂંટણીમાં પણ લોકો આ ઈવીએમથી જીતીને આવ્યા છે. ઈવીએમ તમામ પરીક્ષણ બાદ અદાલતે તેને યોગ્ય માન્યા છે. ઈવીએમને લઈને ચૂંટણી પંચ પણ પડકાર આપી ચુક્યુ છે.
ચૂંટણીથી દેશની પ્રતિષ્ઠા વધી: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ છે કે મીડિયાના કારણે અમે ચૂંટણી જીતી ગયા, ત્યાં સુધી કહેવામાં આવ્યું કે શું મીડિયા બિકાઉ છે. જે રાજ્યોમાં અમારી સરકાર નથી, તેમા પણ આ લાગુ થશે શું. તમિલનાડુ અને કેરળમાં પણ આ લાગુ થશે શું. ભારતની ચૂંટણી પ્રક્રિયા દુનિયામાં ભારતની પ્રતિષ્ઠાને વધારવાનો અવસર હોય છે અને તેને આપણે ગુમાવવો જોઈએ નહીં.
તેમણે કહ્યુ છે કે કેટલી વ્યાપકતા હતી ચૂંટણીમાં, 10 લાખ પોલિંગ સ્ટેશન, 40 લાખ ઈવીએમ, 8 હજારથી વધારે ઉમેદવાર, 650થી વધારે રાજકીય પક્ષો કેટલું મોટું સ્વરૂપ હતું અને દુનિયા માટે આ ચકિત કરનારી વાત છે તથા આપણા માટે ગર્વની વાત છે. ચૂંટણીમાં મહિલાઓએ પણ પોતાની ભાગીદારી વધારી છે અને પુરુષોની બરાબર મહિલાઓએ વોટિંગ કર્યું અને 78 મહિલા સાંસદ ચૂંટાયને આવ્યા છે.
વાયનાડમાં હિંદુસ્તાન હારી ગયું શું?: પીએમ મોદી
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યુ છે કે ચૂંટણીમાં દેશ હારી ગયો, લોકશાહી હારી ગઈ, તો શું વાયનાડ અને રાયબરેલીમાં હિંદુસ્તાન હારી ગયું, શું અમેઠીમાં હિંદુસ્તાન હારી ગયું. કોંગ્રેસ હારી તો દેશ હારી ગયો ક્યો તર્ક છે, કોંગ્રેસનો મતલબ દેશ નથી, ઘમંડની પણ એક મર્યાદા હોય છે. તેમણે કહ્યુ છે કે 60 વર્ષ સુધી દેશમાં સરકાર ચલાવનારો પક્ષ 17 રાજ્યોમાં કએ બેઠક જીતી શક્યો નથી. શું આપણે આસાનીથી કહી દઈશું કે દેશ હારી ગયો. આવા નિવેદનોથી આપણે દેશના વોટરોને કટઘરામાં ઉભા કરી દીધા, વોટરોનું આવું પઅમાન આવા પ્રકારની પીડા આપે છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આકરી તપસ્યા બાદ ચૂંટણી થાય છે અને આપણે તેની મજાક ઉડાવીએ છીએ. ખેડૂતોનું પણ અપમાન કરવામાં આવ્યું અને તેને બિકાઉ સુદ્ધાં ગણાવી દેવામાં આવ્યો. ખેડૂતને કહી દેવામાં આવ્યું કે બે-બે હજારમાં તેણે પોતાના વોટ વેચી દીધા, સાંભળીને હું હેરાન છું.
દેશ હારી ગયો કહેવું લોકશાહીનું અપમાન : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ છે કે લગભગ 50 સદસ્યોએ ચર્ચામાં ભાગ લીધો અને તમામે પોતાની ઢબે પોતાની વાત રજૂ કરી છે. ક્યાંક ખટાશ હતી, તો ક્યાંક આક્રોશ પણ હતો. દરેક પ્રકારના ભાવ અહીં પ્રગટ થયા, કેટલાક સારા સૂચનો મળ્યા. કેટલાક લોકો એવા પણ હતા કે જેમમણે મેદાનમાં જવાનો મોકો મળ્યો નહીં, તેના કારણે અહીં ગુસ્સો પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ કહ્યુ છે કે ઘણા દશકાઓ બાદ દેશમાં ફરીથી એક પૂર્ણ બહુમતીવાળી સરકાર ફરીથી ચૂંટાઈને આવી છે અને આ ચૂંટણી ઘણી દ્રષ્ટિએ ખાસ હતી. દેશના મતદાતાઓએ સ્થિરતાને બળ આપ્યું છે. આ વખતે દેશની જનતા પક્ષથી પર થઈને લડી રહી હતી. તેમણે કહ્યુ છે કે દેશના ખૂણેખૂણે જઈને જનતાના દર્શન કરવાનો મોકો મને મળ્યો છે અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ચૂંટણીની ગ્લોબલ વેલ્યૂ હોય છે અને તે સમયે પોતાની વિચારોની મર્યાદાને કારણે, વિચારોની વિકૃતિને કારણે એ કહેવુ કે તમે ચૂંટણી જીતી ગયા દેશ ચૂંટણી હારી ગયો, એ કહેવું લોકશાહી અને જનતાનું અપમાન છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ છે કે પહેલીવાર પ્રચંડ જનાદેશ બાદ ગૃહમાં બોલવાનો મોકો મળ્યો છે. આ વખતે પહેલાથી વધારે જનસમર્થન અને વિશ્વાસ સાથે અમને ફરીથી દેશની સેવા કરવાનો અવસર દેશવાસીઓએ આપ્યો છે અને તેના માટે તમામનો આભાર પ્રગટ કરું છું. પીએમ મોદીએ કહ્યુ છે કે બીજા કાર્યકાળના પ્રારંભમાં જ આપણા ગૃહના સદસ્ય મદનલાલજી આપણી વચ્ચે રહ્યા નથી, તેમના પ્રત્યે મારી શ્રદ્ધાંજલિ. અરુણજી સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યા છે, તેમનો પણ ગૃહને ઈન્તજાર છે. નેતા તરીકે થાવરચંદ ગહલોતનું અભિનંદન કરું છે.