- પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના નિધનથી શોક છવાયો
- પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ આપી શ્રદ્ધાંજલી
- પીએમ મોદીએ વીડિયો શરે કર્યો
દેશના પ્રધાન મંત્રી નરેદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે, પીએમ મોદીએ એક વીડિયો શરે કર્યો છે, આ વીડિયોમાં તેમણે કહ્યું કે, “આપણા દરેકના પ્રિય, આદરણીય કેશુભાઇ પટેલના નિધનથી હું સ્તબ્ધ છું. કેશુભાઈની વિદાય મારા માટે પિતા સમાનના જવા બરાબર છે, તેમનું મૃત્યુ મારા માટે એવી ક્ષતિ છે જે ક્યારેય પુરી નહી થઈ શકે”
हम सभी के प्रिय, श्रद्धेय केशुभाई पटेल जी के निधन से मैं दुखी हूं, स्तब्ध हूं। https://t.co/kWCDdWmyOR
— Narendra Modi (@narendramodi) October 29, 2020
આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે, “કેશુભાઈનું સમગ્ર જીવન જનતાની સેવામાં સમર્પિત રહ્યું છે”, તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, “ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનના દુખદ સમાચાર મળ્યા, તેમનું લાબું જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત રહ્યું છે, કેશુભાઇના અવસાનથી ગુજરાતના રાજકારણમાં એવી ખોટ સર્જાઇ છે કે, તેને ભરવી મુશ્કેલ છે, તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું ”
गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। उनका लम्बा सार्वजनिक जीवन गुजरात की जनता की सेवा में समर्पित रहा। केशुभाई के निधन से गुजरात की राजनीति में ऐसी रिक्तता आयी है जिसका भरना आसान नहीं है। उनके परिजनों के प्रति संवेदना व्यक्त करता हूँ।
— Amit Shah (@AmitShah) October 29, 2020
અમિત શાહ એ વધુમાં લખ્યું છે કે, “ભાજપમાં રહેતા કેશુભાઈ એ ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી તરીકે તેમણે હંમેશા મંદિરના વિકાસ માટે વધુ ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, “કેશુભાઇ તેમની કાર્યો અને વર્તનથી હંમેશાં તેઓ આપણી સ્મૃતિમાં રહેશે. ભગવાન તેમને તેમના ચરણમાં સ્થાન આપે.
भाजपा में रहते हुए गुजरात में संगठन को सशक्त करने में केशुभाई ने अहम भूमिका निभाई। सोमनाथ मंदिर के ट्रस्टी के रूप में उन्होंने मंदिर के विकास में हमेशा बढ़ चढ़कर सहयोग किया। अपने कार्यों व व्यवहार से केशुभाई सदैव हमारी स्मृति में रहेंगे। ईश्वर उन्हें अपने श्रीचरणों में स्थान दें। pic.twitter.com/MwVVbPWx0h
— Amit Shah (@AmitShah) October 29, 2020
ઉલ્લેખનીય છે કે ,ગુજરાતના પૂર્વ સીએમ એવા કેશુભાઈ પટેલ એ આજરોજ 92 વર્ષની ઉમરે દેહ ત્યાગ કર્યો છે, જેને લઈને તમામ નેતાઓ તેમને યાદ કરી રહ્યા છે,તેમના કાર્યોથી અને તેમના વર્તનથી આજે પણ તેઓ જીવંત છે. રાજકરણમાં તેમનું ખુબ મોટૂ નામ હતું. ભાજપ પાર્ટી તરફથી તેઓ ગુજરાતના બે વાર મુખ્યમંત્રી રહ્યા છે.તેમણે પોતાના જીવન દરમિયાન તેમના કાર્યો થકી જનતાના મન જીત્યા છે.
સાહીન-