રશિયાએ બનાવેલ કોરોના વેક્સિન પર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિને વિશ્વાસ, કહ્યું પહેલો પ્રયોગ મારા પર કરો
અમદાવાદ: રશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવવાની રેસ તો જીતી લીધી છે અને તેની જાણકારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપી છે. રશિયાની બનાવેલી વેક્સિન પર ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે રશિયા વેક્સિનનો પ્રથમ ડોઝ મારા પર પ્રયોગ કરે, હું જનતાની વચ્ચે તેને લગાવડાવીશ.
હવે ફિલિપાઈન્સ – રશિયા સાથે મળીને ક્લિનિકલ ટ્રાયલ કરવા અને સ્થાનિક સ્તર પર વેક્સિનનું પ્રોડક્શન કરવા જઈ રહ્યા છે. ફિલિપાઈન્સમાં અત્યાર સુધી કોરોનાના 1,36,638 કેસ સામે આવ્યા છે. દક્ષિણ એશિયામાં સૌથી વધારે કોરોનાના કેસ ધરાવતો દેશ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, રશિયાની સરકાર કોવિડ- 19ની વેક્સિનનું 12 ઓગસ્ટે વેક્સિનનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ શક્ય એટલું જલ્દી ફિલિપાઈન્સને મળશે અને ત્યાર બાદ જનતાને વેક્સિન ઉપલબ્ધ થશે. રશિયાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મોટા સ્તર પર આ રસી ઓક્ટોબર માસમાં રસીકરણ માટે ઉપલબ્ધ થશે.
કોરોનાવેક્સિનનું સફળ પરીક્ષણ કર્યા બાદ રશિયાના આરોગ્ય મંત્રી મિખાયલ મુરાશકોએ જણાવ્યું હતું કે, વેક્સિન સૌ પ્રથમ તેમને આપવામાં આવશે જેઓ આ જોખમી ગ્રુપમાં સામેલ હતા. પરંતુ, મિખાયલે તે સ્પષ્ટ નથી કહ્યું કે હેલ્થ વર્કર ત્રીજા તબક્કાના ટ્રાયલનો ભાગ છે કે ટ્રાયલ પૂર્ણ થયા બાદ તેમને આપવામાં આવશે.
_VINAYAK