કાચા તેલની કિંમતોમાં થયેલા ઘટાડાના કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરિ એકવાર નહિવત પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે,કાચાતેલમાં આવેલી પડતીના કારણે કટોકટીનો સીલસીલો યથાવત છે,દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમતમાં પ પૈસા ઓછા કરાયા છે, તેજ રીતે કોલકતા અને ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમતમાં 5 પૈસાની કટોકટી નોંધાઈ છે ત્યારે મુંબઈમાં પેટ્રોલ 4 પૈસાના દરથી ઓછુ થયું છે ,વિતેલા 8 દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 63 પૈસા પ્રતિ લીટરે ઓછા થયા છે.
આ સાથે જ ડિઝલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, દિલ્હીમાં ડિઝલ 6 પૈસા, કોલકાતામાં 2 પૈસા જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં 5 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ છે, પહેલા સતત ત્રણ દિવસ સુધી ડિઝલના ભાવમાં કોઈ જ ફેરફાર નહોતો થયો ત્યારે પેટ્રોલના ભાવમાં સતત છ દિસવથી ઘટાડો નોંધાય રહ્યો છે.
પેટ્રોલ ડિઝલના નવા ભાવ આ મુજબ નોંધાયા છે
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી ,કોલકતા,મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવ ગુરુવાર ઘટીને ક્રમશઃ72.23 રુપિયા,74.92 રુપિયા,77.89 રુપિયા અને 75.03 રુપિયા પ્રતિ લીટર થયા છે આજ રીતે ચાર મહાનગરોમાં ડિઝલના ભાવમાં પણ ક્રમશઃ65.88 રુપિયા, 68.15 રૂપિયા, 69.06 રુપિયા,69.59 રૂપિયા થયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મંદી જોવા મળી રહી છે. ત્યારેબુધવારે ક્રૂડ ઓઇલના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે યુએસમાં ક્રૂડ ઓઇલના ભંડારમાં થયેલા વધારાને પગલે ઘરેલુ વાયદા બજારમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ટ્રેડ વૉરને કારણે ઘટતી માંગ વચ્ચે ક્રૂડ ઓઇલનો ભાવ સાત મહિનાની નીચી સપાટી પર આવી ગયો છે.