ગઈકાલે 5 જુલાઈના રોજ નાણમંત્રી સીતારમણે બજેટના ભાષણ દરમિયાન પેટ્રોલ-ડિઝલના ભાવમાં 2 રુપિયા પ્રતિલીટરના દરથી એક્સાઈઝ ડયૂટી અને ઈન્ફ્રાસ્ટ્રકચર રાશીનો વધારો કરવાની વાત જાહેર કરી હતી અને સરકારે વાયદો આપ્યો હતો કે આ વધેલી રાશીથી સરકારના ખજાનાને 28,000 કરોડની આવક થશે.
શુક્રવારના રોજ રજુ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડિઝલના વધેલા ભાવને લઈને આજે દેશની જનતાને પહેલો ફટકો પડ્યો છે. આજ થી દેશભરમાં પેટ્રોલે રુપિયા 2.50 અને ડિઝલે રુપિયા 2.30નો વધોરો કરવામાં આવ્યો છે જેની સીધી અસર જનતાના ખીસ્સા પર પડેલી જોઈ શકાશે. 2019ના બજેટ બાદ દેશના દરેક લોકોને પહેલો ઝટકો લાગ્યો છે. હજુ તો આ શરૂઆત છે તેની સાથે સાથે હજુ ક્યા બજેટની અસર જનતાના ખીસ્સા પર પડશે તે તો હવે જોવું રહ્યું .તો દેશના કુલ ચાર મોટો શહેરોમાં પેટ્રોલ ડિઝલનો ભાવ કઈ રીતે વધ્યો છે અને ગઈકાલ સુધી કેટલો હતો તે જાણી લઈએ.
દેશની રાજધાની દિલ્હી
દેશની રાજધાની દિલ્હીની વાત કરીયે તો દિલ્હીમાં આજથી જ પેટ્રોલની કિંમત 70 રુપિયા 91 પૈસા પ્રતિ લીટર અને ડિઝલની કિંમત 72 રુપિયા 96 પૈસા થઈ ગઈ છે. જ્યારે ગઈ કાલે 5 જુલાઈ એ દિલ્હીમાં પેટ્રોલ 64. 33 રુપિયાનો ભાવ હતો અને ડિઝલ 66.69નો ભાવ હતો જે હવે વધીને નવો ભાવ લાગુ પાડવામાં આવ્યો છે.
દેશનું વ્યાપારીક હબ મુંબઈ
ભારત દેશનું વ્યાપારીક હબ ગણાતું મુંબઈમાં પેટ્રોલની કિમંત વધીને 78 રુપિયા 57 પૈસા થઈ છે ત્યારે ડિઝલની કિમંત 69 રુપિયા 90 પૈસા થઈ ચુકી છે. જ્યારે ગઈ કાલનો જુનો ભાવ પેટ્રોલનો 76.15 રુપિયા હતો અને ડિઝલનો ભાવ 67.40 રુપિયા હતો જે હવે વધી ચૂક્યો છે અને નવો ભાવ લાગુ પાડવામાં આવ્યો છે.
કોલક્તા
બજેટમાં કર લગાવવાના ભાષણ પછી કોલક્તામાં પેટ્રોલની કિંમત 75 રુપિયા 15 પૈસા પ્રતિ લીટર છે જે ગઈકાલ સુધી 72. 75 રુપિયા હતી. અને ડિઝલની કિંમત 68 રુપિયા 59 પૈસા પર્તિ લિટર છે જે ગઈ કાલ સુધી 62.23 રુપિયા હતી.
ચેન્નઈ
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પણ આજથી પેટ્રોલ-ડિઝલનો નવો ભાવ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે અહિ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટરે 75 રુપિયા ને 76 પૈસા છે જ્યારે ગઈ કાલે ભાવ 73.19 રુપિયા હતો જ્યારે ડિઝલનો ભાવ હાલમાં 70 રુપિયા અને 48 પૈસા છે. જે ગઈ કાલે 67 .96 રુપિયા હતો
આમ મોદી સરકારના 2019ના બજેટથી લોકોના ખીસ્સા પર ભાર પડતો જોઈ શકાય છે. જેમાં જે લોકો ગરીબીની રેખાનીચે જીવી રહ્યા છે તેઓ પાસે વાહન નહિવત પ્રમાણમાં જોવા મળે છે જ્યારે જે લોકો આર્થિક રિતે અત્યંત સધ્ધર છે કે જેઓ ને આવા એક બે રુપિયાના ભાવ વધારાથી કઈજ ફર્ક નથી પડતો એટલે એમ પણ કહી શકાય છે વચ્ચમાં બાકી રહેલી જનતા એટલે કે મધ્યવર્ગના માથે જ ભાર પડ્યો છે.મોદી સરકારના આ બજેટથી મધ્યવર્ગના લોકોને કઈક ખાસ ફાયદો જોવા મળ્યો નથી.