અમેરિકા અને યુરોપમાં પણ લોકો આયુર્વેદ તરફ વળ્યાં, ઇમ્યુનિટી બુસ્ટરની ડિમાન્ડ વધી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાકાળમાં આર્યુર્વેદીક વસ્તુઓની માંગમાં વધારો થયો છે. તેમજ ઇમ્યુનિટી બુસ્ટર, ઘનવટી, ઉકાળા જેવી અનેક પ્રોડકટની ઉપર લોકોને આયુર્વેદ તરફ વિશ્વાસ વધ્યો છે. બીજી તરફ વિદેશમાં પણ લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે. અમેરિકા અને યુરોપમાં આયુર્વેદિક દવાઓની ડિમાન્ડ છે. તેમાંય ખાસ ઇમ્યુનિટી બુસ્ટરની ખૂબ ડિમાન્ડ જોવા મળે છે.
ભારતમાં કોરોના મહામારીમાં લોકોને એલોપેથી કરતાં આયુર્વેદમાં વધુ વિશ્વાસ બેઠો છે. કોરોનાની સારવારમાં આયુર્વેદની દવાથી સારા પરિણામ પણ મળ્યાં છે જેથી આયુર્વેદ ક્ષેત્રને એક નવો વેગ મળ્યો છે. છેલ્લાં દસ મહિનામાં ગુજરાતમાં 85 આયુર્વેદ ફાર્મા કંપની શરૂ થઈ છે. દેશમાં આયુર્વેદિક ઉકાળાથી માંડી રોગપ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદ દવાઓની ડિમાન્ડ વધી છે. ઇમ્યુનિટી બુસ્ટર, ઘનવટી, ઉકાળા જેવી અનેક પ્રોડકટની માગ વધી છે. રાજ્યમાં કોરોનાકાળમાં આયુર્વેદિક દવાના ઉત્પાદનમ બમણું થયું છે. આ દવાઓના ઉત્પાદનમાં કોલીટી મેન્ટેન કરવામાં આવતા ઈકસ્પોટમાં પણ વધારો થયો છે. અમેરિકા અને યુરોપમાં પણ આયુર્વેદિક દવાઓની ડિમાન્ડ વધી છે.