પેટીએમની ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી વાપસી
- ગૂગલ પ્લે સ્ટોર પર પેટીએમની વાપસી
- કંપનીએ ટવિટ કરીને આપી માહિતી
- યુઝર્સ ફરી એકવાર આ એપ કરી શકશે ડાઉનલોડ
મુંબઈ: આજથી થોડા દિવસો પહેલા ગુગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ એપ્લિકેશનને હટાવી દેવામાં આવી હતી. આ બાબતે ગુગલે જણાવ્યું હતું કે પેટીએમએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે પેટીએમની ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી વાપસી થઇ ગઇ છે. ગૂગલની કાર્યવાહીના થોડા કલાકોમાં જ પેટીએમ એપ ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઇ ગઇ છે. આ અંગેની જાણકારી ખુદ પેટીએમ એ ટ્વિટ કરીને આપી છે. પેટીએમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટવિટ કર્યું , “And we’re back!”। હવે યૂઝર્સ ફરીથી એકવાર પ્લે સ્ટોર પરથી પેટીએમ એપને ડાઉનલોડ કરી શકશે.
ગુગલની એક પોસ્ટ મુજબ, ગૂગલ એવી એપ્લિકેશનને જગ્યા નથી આપતી જે ઓનલાઇન કેશ વાળી ગેમ, જુગાર અથવા સટ્ટો નું આયોજન કરે છે. પેટીએમ Paytm first games દ્વારા પૈસા જીતવાનો દાવો કરે છે. મુખ્ય એપ્લિકેશનની સાથે-સાથે Paytm first games પણ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવી હતી. ભારતમાં પેટીએમ યુઝર્સ મોટી સંખ્યામાં છે. આ એપ્લિકેશન એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. ગૂગલે સ્પષ્ટ કર્યું હતું કે તેના નિર્ણયથી ફક્ત એપ્લિકેશનના ડાઉનલોડ પર અસર થશે, જે યુઝર્સ તેનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર તેની કોઈ અસર નહીં પડે. જો કે, નવા નિર્ણય બાદ હવે ફરીથી પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપનીએ સ્પષ્ટતા કરી કે તેણે હાલમાં પેટીએમ ક્રિકેટ લીગની શરૂઆત કરી હતી, જેમાં યુઝર્સ દરેક લેણ – દેણ બાદ ક્રિકેટરનું સ્ટીકર મેળવી શકશે, જેના પર તેમને પેટીએમ કેશબેંકની ઓફર પણ કરવામાં આવી રહી છે, કંપનીના જણાવ્યા મુજબ, ભારતમાં કેશબેક ગેરકાયદેસર નથી. કંપનીના જણાવ્યા મુજબ, તેઓએ નિયમો અનુસાર કામ કર્યું છે.
_Devanshi