Site icon hindi.revoi.in

‘પાપડી ચાટ’ – ખૂબ જ ઈઝિ અને ઘરના જ ઈન્ગ્રિડેન્ટસથી બનાવો આ ચટપટો ચાટ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

સાહીન મુલાતની-

 ચાટ પુરી બનાવવા માટે સામગ્રી અને રીત

ચાટ પુરી બનાવવાની રીત -મેંદાના લોટમાં જીરુ, મીઠૂં અને મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરવો ,હવે આ મેંદાની કણક બાંધીને તૈયાર કરી લેવી, તેમાંથી હવે એક મોટી રોટલી વણી કોઈ બાટલીના કે ડબ્બીના એક નાના ઢાંકણ વડે નાની-નાની પુરી કટ કરી લેવી. દેરક પુરીને એક સાઈઝની કટ કરીને કઢાઈમાં તેલ નાખીને પુરી બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવી. તૈયાર છે તમારી  ક્રીસ્પિ ચાટ પુરી.

ચટણી બનાવવા માટે સામગ્રી અને રીત

ચટણી બનાવવાની રીત – કોકમ-ગોળને 10થી 20 મિનિટ પહેલા પાણીમાં પલાળી દેવા ,ત્યાર બાદ મિક્સરમાં તેને ક્રશ કરી લેવા ,તેમાં જરુર મુજબ પાણી અને સ્વાદ પ્રામાણે મીઠૂ ઉમેરવું , તૈયાર છે કોકોમ-ગૌળની ચટણી.

ચાટ તૈયાર કરવા માટે સામગ્રી અને રીત

ચાટ તૈયાર કરવાની રીત- હવે તૈયાર કરેલી પુરીઓને એક મોટી ડિશમામ ગોઠવી લો, હવે એક એક પાપડી પર બટાકાના ટૂકટા મૂકો, તેના પર ગોળ-કોકમની ચટણી અપ્લાય કરો ત્યાર બાદ ગ્રીન ચટણી અપ્લાય કરો , હવે આ પાપટી ચાટ પર ચાટમસાલો સ્પ્રેડ કરો, ત્યાર બાદ દહીં અને તેના પર  સેવ અને સમારેલા કાંદાથી સર્વ કરો.તૈયાર છે તમારો પાપટી ચાટ ખુબ જ ટેસ્ટી ને ઈઝી. તીખુ તેમજદ મીઠુ તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો.

નોંધ – આ પાપડી ચાટની બન્ને ચટણી તમે ફ્રીઝમાં સ્ટોક કરી શકો છો, આ સાથે જ પાપડી પુરી પણ બનાવીને પેક ડબ્બામાં સ્ટોર કરી શકો છો.

 

Exit mobile version