Site icon hindi.revoi.in

‘પનીર અંગારા બટર મસાલા’ – રેસ્ટોરન્ટ જેવા જ અસલ પંજાબી ટેસ્ટની મજા ઘરે જ માણો

Social Share

સાહીન મુલતાની

સામગ્રી

પનીરની ગ્રેવી બનાવવાની રીત – એક કઢાઈમાં તેલ ગરમ થવાદો , હવે તેમાં જીરું લાલ થવાદો .હવે તેમાં તજ, લવિંગ, મરી અને જીણી સમારેલી ડૂંગરી એડ કરીને ઘીમા તાપ પર થવા દો, જ્યારે ડૂંગરી આછા ગુલાબી રંગની થાય એટલે તેમાં કાજુ, ટામેટાના ટૂક્ડા, લસણ અને આદુ એડ કરીલો.હવે કઢાઈ પર એક ઢાંકણ ઢાંકીને ઘીમા તાપ પર 5 થી 8 મિનિટ સુધી બરાબર થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરીને આ ગ્રેવીને ઠંડી પડવા દો.

ગ્રેવી ઠંડી થયા બાદ તેમાંથી માત્ર તજ કાઢીલો અને  ટામેટા ઉપરથી તેની છાલ કાઢીલો,આ મિશ્રણને મિક્સરમાં તદ્દન જીણું ક્રશ કરીને ગ્રેવી બનાવી લો.

પનીર બટર મસાલા બનાવવાની રીત – સૌ પ્રથમ એક કઢાઈ લો, તેમાં તેલ અને જીરુ લાલ કરો, હવે તેમાં પહેલેથી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો, હવે આ ગ્રેવીમાં લાલ મરચાનો પાવડર, હરદળ અને સ્વાદ પ્રમાણે મીઠૂં અને ગરમ મસાલો એડ કરીને જ્યા સુંધી ગ્રેવીમાં તેલ છૂટૂ ન પળે ત્યા સુધી ધીમી આંચ પર થવા જ દો, હવે જ્યારે ગ્રેવીમાંથી તેલ છૂટવા લાગે એટલે તેમાં તળેલા પનીરના ટૂકડા અને કસ્તુરી મેથી નાખી દો અને દુધ એડ કરીલો,ત્યાર બાદ તેમાં માત્ર 2 ચમચી મલાઈ એડ કરીને ઘીમા તાપ પર 2 મિનિટ પનીર મસાલાને થવા દો. હવે કઢાઈમાં બટર એડ કરીને ગેસ બંધ કરીલો.

હવે ગેસ પર એક કોલસાને બરાબર આગમાં ગરમ કરો, કોલસો બરાબર તપીને લાલ થઈ જાય. એટલે તેને કઢઆઈમાં મૂકીને તેના પર ગરમા ગરમ બટર નાખીને ઢાંકણ ઢાકીલો, હવે 1 મિનિટ બાદ સબજીમાંથી કોલસો કાઢી લો, હવે આ સબજીમાં જીણા સમારેલા લીલા ધાણા અને એક ચમચી જે મલાઈ બચી હતી તેનાથી ગાર્નિશ કરીલો ,તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બટર પનીર અંગારા બટર મસાલા, આ સબજી તમે પરાઠા કે રોટી સાથે અને સલાડમાં કાંદાની રીંગ સાથે સર્વ કરી શકો છો.

 

Exit mobile version