પાકિસ્તાનથી થઈ રહેલા તીડના હુમલાને રોકવા માટે રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે કૃષિ વિભાગની પુરી ટીમને બાડમેર જીલ્લામાં રવાના કરી છે, અત્યાર સુધી ભારત પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા 28 જીલ્લામાં તીડના ઝુંડે સખત આંતક ફેલાવ્યું છે.ત્યારે બાડમેર પ્રશાસનનું કહેવું છે હાલની પરિસ્થિતી કંટ્રોલમાં છે.
પશ્વિમ રાજસ્થાનમાં તીડથી પુરી રીતે લડવા માટે ખરેખર મુશ્કેલી પડી રહી છે ત્યારે ખેડુતો અને ગામજનો માટે તીડ પછી હવે પાકનો પણ પ્રશ્ન સામે આવશે ,મોસમમાં થયોલા ફેરફરાને કારણે પાકને નુકશાન થશે તો સાથે સાથે આ તીડ પણ પાકને નષ્ટ કરશે તે એક ચિંતાનો વિષય છે ત્યારે કરોડોની સંખ્યામાં તીડના હુમલાની આશંકામાં ગેહલોત સરકારે કૃષિ વિભાગના કેટલાક અધિકારીઓને બારમેડના ગામોમાં મોકલ્યા છે , કૃષિ વિભાગ સાથે જોડાયેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓ અહિ તૈનાત છે.
આ તીડના ઝુંડ ખેતી ઉપર ત્રાટકતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતો દ્વારા આ બાબતની જાણ ખેતીવાડી વિભાગને કરતાં તંત્રએ એલર્ટ જાહેર કરીને તપાસ હાથ ધરેલ છે. કરોડોની સંખ્યામાં આવેલા તીડ ખેતીને ખતમ કરી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા તીડના આક્રમણને રોકવા અને નાબુદ કરવા માટે ભુજ અને પાલનપુર ખાતે લોકસ્ટ કંટ્રોલ ઉભું કરવામાં આવ્યું છે. તીડ કંટ્રોલની એક ટીમમાં ૬ કર્મચારીઓ છે. જેઓ વાહનો દ્વારા મેલાફીયાન દવાનો છંટકાવ કરીને તીડનો નાશ કરવાની કામગીરી કરતા હોય છે. જો કે કરોડોની સંખ્યામાં આવેલા તીડને નાશ કરવા કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ સરકાર માટે ક પડકાર છે ,એક બાજુ આ તીડ ખેડુતોની ચિંતાનું કારણ બન્યા છે તો બીજી બાજુ સરકાર પણ તેને નાશ કરવા માટે પ્રયત્નો કરી રહી છે.