અટારી-વાઘા બોર્ડર પર આક્રમક મુદ્રા દેખાડવી પડી ભારે, પાકિસ્તાની સૈનિકના માથા પરથી ઉછળી પાઘડી
પંજાબના અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ દરમિયાન એક પાકિસ્તાની સૈનિકને જોશમાં આવીને આક્રમક મુદ્રા દર્શાવવી ભારે પડી. બીટિંગ રિટ્રીટમાં પાકિસ્તાની સૈનિક ખરાબ રીતે લથડી પડયો અને તેની પાઘડી માથા પરથી પડી ગઈ. પાસે ઉભેલા એક પાકિસ્તાની સૈનિકે કોઈપણ પ્રકારે તેને સંભાળતા અને પાઘડીને જમીન પર પડતા બચાવી હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
અટારી-વાઘા બોર્ડર પર થનારી બીટિંગ રિટ્રીટને જોવા માટે દરરોજ ભારત અને પાકિસ્તાન બંને દેશો તરફથી હજારો લોકો આવે છે. આ દરમિયાન સીમાની બંને તરફ લાઉડસ્પીકર પર દેશભક્તિથી ભરેલા ગીત વાગતા રહે છે. લોકો પોતપોતાના દેશને ટેકામાં સૂત્રો લગાવતા રહે છે. જનતાના ભારે શોર-શરાબા અને સૂત્રોચ્ચાર વચ્ચે ભારત અને પાકિસ્તાનના સૈનિકો પોતપોતાના રાષ્ટ્રધ્વજને ઉતારવાની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
બંને દેશોના સૈનિકો બેહદ આક્રમક મુદ્રામાં પગ પછાડતા બીટિંગ ધ રિટ્રીટ પરેડ કરે છે. આ પરેડ દરમિયાન એક પાકિસ્તાની સૈનિકને વધારે આક્રમકતા દર્શાવવી ભારે પડી હતી. પાકિસ્તાની સૈનિકના પગ લથડયા અને તે લપસવા લાગ્યો હતો. તેની પાઘડી પણ માથા પરથી પડવા લાગી હતી. તે વખતે તેની બાજુમાં ઉભેલા પાકિસ્તાની સૈનિકે પોતાના સાથીદારને સંભાળ્યો અને પડતો બચાવ્યો હતો.
લથડતા પાકિસ્તાની જવાનનો વીડિયો હવે સોશયલ મીડિયા પર વાઈલ થઈ ગયો છે. પાકિસ્તાની મીડિયાએ પણ આ વીડિયો દર્શાવ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે, તે ખબર પડી શકી નથી. મહત્વપૂર્ણ છે કે અટારી – વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમની ઉનાળામાં સાંજે 5-15 વાગ્યે અને શિયાળામાં 4-15 વાગ્યે કરવામાં આવે છે. રિટ્રીટ સેરેમની 45 મિનિટ સુધી ચાલે છે. વાઘા બોર્ડર સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.