“મુસ્લિમ કોમવાદી અન્યાય”: પાકિસ્તાનમાં હિંદુ યુવતીની હત્યાની ન્યાયિક તપાસથી જજનો ઈન્કાર
- પાકિસ્તાનમાં મૃતક હિંદુ યુવતીને અન્યાય
- ન્યાયિક તપાસનો પાકિસ્તાની જજે કર્યો ઈન્કાર
- નમૃતા ચાંદની હોસ્ટેલમાં મળી આવી હતી મૃતાવસ્થામાં
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ ઉઠયા સવાલ
કરાચી પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટના જજે શંકાસ્પદ હાલતમાં મૃતાવસ્થામાં મળી આવેલી હિંદુ સ્ટૂડન્ટ નમૃતા ચાંદની મામલાની જ્યુડિશયલ ઈન્ક્વાયરીથી ઈન્કાર કર્યો છે. આ મામલાને લઈને વિરોધ પ્રદર્શનો બાદ ગૃહ વિભાગે આની ન્યાયિક તપાસના આદેશ આપ્યા હતા.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લાની વતની નમૃતા લારકારનાની બીબી આસિફા ડેન્ટલ કોલેજમાં સ્નાતકની વિદ્યાર્થિની હતી. તેની લાશ ગત 16 સપ્ટેમ્બરે હોસ્ટેલના રૂમમાં ફાંસી ખાધેલી હાલતમાં લટકતી મળી હતી. ડૉન અખબાર પ્રમાણે, લારકાના જિલ્લા અને સેશન કોર્ટના જજે ગૃહ વિભાગના આદેશ છતાં નમૃતાના મામલાની ન્યાયિક તપાસની વિરુદ્ધનુંવલણ દર્શાવ્યું છે. પોલીસે આના સંદર્ભે ગૃહ સચિવ અબ્દુલ કબીર કાજીને સૂચિત કર્યા છે. ગૃહ સચિવ હાલના સમયે વિદેશ પ્રવાસે છે.
પોલીસ આ મામલામાં અત્યાર સુધી 32 લોકોને કસ્ટડીમાંલઈ ચુકી છે. ઝડપાયેલા લોકોમાં નમૃતાની સાથે અભ્યાસ કરતા મેહરાન અબ્રો અને અલી શાન મેમન પણ સામેલ છે. પોલીસે આ બંનેના મોબાઈલ કોલના ડેટાની તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં મેહરાનનો દાવો હતો કે નમૃતા તેને પ્રેમ કરતી હતી, પરંતુ તેણે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો.
ગત સપ્તાહે આવેલા નમૃતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર કરાચી આરોગ્ય વિભાગના વિશેષજ્ઞ આંગળી ચિંધી ચુક્યા છે. તે કહી ચુક્યા છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ભલે આત્મહત્યા દેખાય છે, પરંતુ ગળા પર પડેલા નિશાન કંઈક અન્ય બાબત તરફ સંકેત કરે છે.