પાદરાના શિક્ષકોનો અનોખો શિક્ષણયજ્ઞ, વિદ્યાર્થીઓને ઘરે જઈને કરાવે છે અભ્યાસ
અમદાવાદઃ રાજ્યભરમાં આજે સ્કૂલના વિદ્યાર્થીઓના ગુરૂ એવા શિક્ષકો માટેના સૌથી મહત્વના શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના એક ગામના શિક્ષકોએ કોરોના મહામારીમાં શિક્ષણના સેવાયજ્ઞને પોતોના સ્વાસ્થયને જોખમમાં મુકીને પ્રજલીત રાખ્યો છે. પાદરના ધોરીવગા પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોનો અભ્યાસ ન ભગડે માટે તેમના ઘરે જઈને અભ્યાસ કરાવી રહ્યાં છે.
કોરોના મહામારીમાં વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. પરંતુ અનેક ગામ એવા છે જ્યાં બાળકો અનેક સમસ્યાઓના કારણે ઓનલાઈન એજ્યુકેશનથી વંચિત છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના બાળકો મોંઘો મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની સુવિધાના અભાવે શિક્ષણથી વંચિત રહી રહ્યાં છે. જો કે, પાદરના ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકો પોતાના સંતાનો સમાન વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે પોતોના આરોગ્યને પણ જોખમમાં મુકતા અચકાયા નથી. તેમજ એક-બે નહીં પરંતુ સતત છ મહિનાથી બાળકોને શિક્ષણ પુરુ પાડી રહ્યાં છે.
પાદરાની આ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તેમના ઘરે જાય છે. તેમજ પાંચથી દસ બાળકોના ગ્રુપમાં તેમને અભ્યાસ કરાવે છે. તેમજ કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈનનું પણ શિક્ષકો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા અત્યાર સુધીનો તમામ અભ્યાસક્રમ બાળકોનો પૂર્ણ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે હજુ ક્યાંરથી શાળાઓ શરૂ થશે તે નક્કી નથી. ત્યારે આ પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સતત તત્પર છે. પાદરાની આ પ્રાથમિક શાળાના શિક્ષકોના શિક્ષણયજ્ઞની ગુજરાતના મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી હતી. તેમજ શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.