- પી ચિદમ્બરમ 74મો બર્થડે
- જેલમાં મનાવી રહ્યા છે જનમ દિવસ
- પુત્ર કાર્તિએ પિતાને લખ્યો પત્ર
- ચિબમ્બરમે કર્યુ ટ્વિટ-દેશને ભગવાન બચાવે
આઈએનએક્સ મીડિયાની બાબતે તિહાડ જેલમાં કેદ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમ જે પોતનો 74મો બર્થડે જેલમાં જ મનાવી રહ્યા છે,તેમના પરિવારના સભ્યો તેમને જનમ દિવસન શુભકામના આપવા માટે જેલમાં આવી પહોંચ્યા હતા,તેમનો પુત્ર કાર્તિ તેના મામા અને કાકા સાથે તિહાડ જેલમાં પિતાને જનમ દિવસની શુભેચ્છા પાઠવવા આવ્યો હતો,તો બીજી તરફ ચિબમ્બરમે જેલમાં રહીને જ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
પી ચિદમ્બરમના જનમ દિવસ પર પુત્ર કાર્તિએ તેમને બે પાનાનો લેટર લખ્યો છે અને તે લેટર ટ્વિટર પર ટ્વિટ પણ કર્યો છે,આ પત્રમાં કેન્દ્રની બીજેપી સરકારના બીજા કાર્યાલયના 100 દિવસ પુરા થવાને અને 56 ઈંચની છાતી વાળી વાતને લઈને કટાક્ષ કર્યો છે,આ ઉપરાંત રેલ મંત્રી પીયૂષ ગોયલે થોડા દિવસો પહેલા ગ્રેવિટીની શોધ કરનારા અલ્બર્ટ આઈન્સ્ટાઈનના નામનો ઉલ્લેખ કર્યો હતો તે આઈન્સ્ટાઈન વાળા નિવેદનને પણ વખોળ્યું છે.
આ પત્રના જવાબમાં પી ચિદમ્બરમે ટ્વિટ કર્યું કે,મારો વિચાર આજે અર્થવ્યસ્થા વિશે છે,માત્ર આ એક આંકાડો આખી વાર્તા બતાવી દેશે, ઓગસ્ટમાં નિકાસ દર -6.05 ટકા હતો. કોઈ પણ દેશ એક વર્ષમાં 20 ટકા નિકાસના દર વગર 8 ટકાનો જીડીપી દર મેળવી જ નહીં શકે.આગળના ટ્વિટમાં તેમણ કહ્યું કે , આ દેશને ભગવાન બચાવે.
આઈએનએક્સ મીડિયાના મામલે પી,ચિદમ્બર હાલ તિહાડ જેલમાં છે બંધ છે,આ મામલે આગળની સુનાવણી રોઉઝ એવન્યૂ કોર્ટમાં 19 સપ્ટેમ્બર અને દિલ્હી હાઈકોર્ટમાં 23 સપ્ટેમ્બરના રોજ થશે,પી ચિદમ્બરમના વકીલો આશા સેવી રહ્યા છે કે,હાઈકોર્ટમાં આ મામલામાં તેમને જમાનત મળી જશે,જો કે ઈડી થોડા જ સમયમાં આઈએએક્સ મીડિયો કેસમાં ગમે ત્યારે તેમની ઘરપકડ કરી શકે છે.