- નુસરત જહાં ફરી એકવાર વિવાદમાં
- દુર્ગાપૂજા કરતા દેવબંધી ઉલેમાએ કર્યો તેનો વિરોધ
- નુસરતે પણ વળતો જવાબ આપ્યો
- દેવબંધી ઉલેમા કહ્યું-પૂજા ઈસ્લામના વિરોધ છે
તૃણમૂલ કોંગ્રેસની યૂવા સાંસદ અને બંગાળી ફિલ્મની અભિનેત્રી ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાય છે,દુર્ગાપુજાના અવસર પર પોતાના પતિ સાથે નુસરત જહાં કોલકાતાના પંડાલમાં પૂજા કરવા પહોંચી હતી,જેને લઈને તે ફરીએક વાર વિવાદમાં સંપડાય છે,દેવબંધી ઉલેમાએ નુસરત પર નારાજગી વ્યક્ત કરી છે,અને વધુંમાં તેણે કહ્યું કે ‘જો નુસરત જહાને ગેર મજહબી કામો કરવા હોય તો તે પોતાનું નામ બદલી નાખે’.
રવિવારના રોજ દુર્ગાષ્ટમીના પ્રસંગે નુસરત જહાં માથા પર ચાંદલો અને સેથામાં સિંદુર લગાવીને પોતાના પતિ નિખિલ સાથે કોલકાતાના એક પંડાલમાં પૂજા કરવા માટે આવી પહોંચી હતી,અને ઢોલ નગારાના તાલે મનમુકીને ઝૂમી ઉઠી હતી,ત્યારે આ વાતને લઈને ઉલેમાનું એક બયાન સામે આવ્યું છે જેમાં તેણે નુસરત પર નારાજગી વ્યક્ત કરી છે
દેવબંધી ઉલેમાનું કેહવું છે કે, નુસરત જહાં શા માટે ધર્મ વિરુધનું કામ કરી રહી છે,તેમણે કહ્યું કે ઈસ્લામમાં અલ્લાહના સિવાય કોઈ અન્યની ઈબાદત કરવી હરામ છે,અને જો નુસરત જહાંએ ગેર મજહબી કામો કરવા જ છે,તો તે પોતાનું નામ બદલી શકે છે,આમ કરીને તે મુસ્લમાનો અને ઈસ્લામનું અપમાન કરી રહી છે.
દેવબંધી ઉલેમાંએ કહ્યું કે,નુસરત જહાંનો અમલ આ પ્રથમ વાર સામે નથી આવ્યો,આ પેહલાથી તે પૂજા કરતી આવી છે,આ અમલનું પુનરાવર્તન કરતા તેણે આ વખતે પણ નવદુર્ગાની પૂજા કરી છે,આ રીતનું અમલ ઈસ્લામમાં બિલકુલ પણ જાયઝ નથી,
જો કે આ વાતને લઈને દર વખતની જેમ નુસરત જહાંનું કહેવું છે કે,તે વિવાદો પર ધ્યાન આપતી નથી,તેને જે કરવું છે તે કરીને જ રહે છે.નુસરતે કહ્યું કે,તે મારો અંદાજ છે,ઉલ્લેખનીય છે કે,નુસરત જહાં પૂજા-પંડાલમાં જવાના કારણથી માંડીને સિંદુર લગાવવાની અને સાડી પહેરવાની વાતને લઈને આગળ પણ ટ્રોલ થઈ ચૂંકી છે.