વર્ષોની ‘ના’ પછી માન્યૂ BCCI
હવે NADAના દાયરામાં આવશે વિશ્વનું સૌથી ધનિક બોર્ડ
દરેક ક્રિકેટર્સના ડોપ ટેસ્ટ નાડા કરશે
પૃથ્વી શૉ પ્રકરણ પછી BCCI પર દબાણ વધ્યું હતુ
BCCIએ ખેલ મંત્રાલય સામે ત્રણ શરત રાખી
ડોપ ટેસ્ટ કીટની ગુણવત્તા , પેથોલોજિસ્ટ ક્ષમતા, નમૂનાઓ એકત્રિત કરવાની કાર્યવાહી
ભારત સરકાર હવે વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈને અંકુશમાં લેવાની તૈયારી કરી રહી છે. હવે ક્રિકેટ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે કે બીસીસીઆઈ પણ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીના કાર્યક્ષેત્રની નીચે આવશે. હજી સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ અન્ય રમતોની જેમ આ એજન્સીમાં સામેલ નહોતું થયું જે હવે થઈ જશે.
શુક્રવારે બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીની મુલાકાત બાદ રમતગમત ક્ષેત્રના સચિવ આર.એસ. જુલાનીયાએ કહ્યું કે, ‘બોર્ડે લેખિતમાં આપ્યું છે કે તે નાડાની એન્ટી-ડોપિંગ નીતિનું પાલન કરશે. બીસીસીઆઈ પાસે ના કહેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.દરેક ક્ષેત્ર એક સમાન છે અને દરેકે આ સમાન નિયમનું પાલન કરવું પડશે. ‘
આજે બીસીસીઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ જોહરીએ રમતગમત ક્ષેત્રના સચિવ અને અધિકારીઓ સાથે એક મુલાકાત કરી હતી. મંત્રાલયના અધિકારીઓએ પહેલેથી જ સ્પષ્ટ પણે જણાવી દીધુ હતુ કે બીસીસીઆઈને અપવાદ બનાવવાનો અમારો કાઈ જ ઈરાદો કે મૂડ નથી. તેમના માટે તમામ રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન એક સમાન છે. તમામ રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન સરકારની એન્ટી ડોપિંગ એજન્સી હેઠળ છે અને એ એજન્સી નાડા છે.
નાડાના અરર્ગત આવતા બીસીસીઆઈના નકાર પછી કરકાર અને બીસીસીઆઈની વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી ત્યા સુઘી બીસીસીઆઈ નાડાના હેઠળ વવાની મનાઈ કરી રહ્યું હતુ,તેમણે એવો દાવો કર્યો હતો કે, બીસીસીઆઈ એ એક સ્વાયત્ત એકમ છે, રાષ્ટ્રીય રમત ગમત સંઘ નથી અને સરકાર પાસેથી તે કોઈ પણ પ્રકારનું ભંડોળ માંગતુ નથી જેને લઈને બીસીસીઆઈ નાડા અતર્ગત આવવા માંગતુ ન હતું.
બીસીસીઆઈના યુવા બેટ્સમેન પૃથ્વી શો ને નવેમ્બર સુધીમાં ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેના થોડા દિવસ પહેલા જ ખેલ મંત્રાલયે બીસીસીઆઈને પત્ર લખીને તેની ડોપિંગ વિરોધી વાતની સખત ટીકા કરી હતી.
ખેલ મંત્રાલય સતત કહેતું આવ્યું છે કે તેઓએ નાડાની હેઠળ આવવું જ પડશે,હાલમાં જ તેમણે દક્ષિણ આફ્રિકા એ અને મહિલા ટિમોની મંજુરી રોકી દીધી હતી, ત્યાર બાદ અટકળો આવી રહી હતી કે આ બીસીસીઆઈ પર નાડાના દાયરામાં આવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.