ઉત્તર ભારતમાં વર્તાઈ રહ્યું છે 3 પ્રકારનું ડિપ્રેશન,4 ઓક્ટોબરે દેશભરમાં ભારે વરસાદની ચેતવણી
મોસમ વિભાગની જો વાત માનવામાં આવે તો ચોમાસુ જવાની બાબતમાં ઘણું મોડુ કરી રહ્યું છે,આ વાતનું અનુમાન તો 2જી ઓક્ટોબર પછીજ જાણી શકાશે,ત્યાર સુધી વરસાદનું જોખમ યથાવત રહેવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
બિહારમાં હાલની સ્થિતિ ખુબજ કથળેલી જોવા મળી રહી છે,પૂર્વ યૂપીમાં કેટલીક નદીઓએ તોફાનનું રુપ ઘારણ કર્યું છે,અત્યાર સુધી તો ચોમાની ઋતુ પાછી વળી જતી હોય છે તેના બલદે હાલ વરસાદના કારણે તબાહી સર્જાય રહી છે, દક્ષિણ પશ્વિમ ચોમાસું સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી પશ્વિમ રાજસ્થાનથી વળવાનું શરુ કરી જ દે છે,1લી ઓક્ટોબર સુધી તો ચોમાંસુ દેશના અડધા ભાગમાંથી જઈ ચૂક્યું હોય છે,અને ક્ટોબરના અંત સુધીતો સમગ્ર દેશબરમાંથી ચોમાસુ વિદાઈ લઈ લે છે, પરંતુ આ વર્ષે એવું બન્યુ નથી.
પરંતુ જો તમે સેટેલાઈટના ફોટોઝ જોશો તો તમને ખબર પડશે કે,રાજસ્થાન ગુજરાત,પૂર્વ ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રેદશ,બિહાર,જારખંડ,ઉત્તર પૂર્વ રાજ્ય, છત્તાસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક તેલગંણા, આંઘ્ર પ્રદેશ અને ઓડિશા હજુ પણ ચોમાસાનો શિકાર બની રહ્યા છે,વરસાદ જતા જતા આ રાજ્યોમાં ફરી વરસી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પશ્વિમ ભારત પર ચોમાસાનો કહેર સક્રિય છે,જો કે તેને અત્યાર સુધી વિસ્તારોને છોડીને દક્ષિણ ભારત તરફ વળી જવું જીતુ હતું,હવામાન વિભાગે અનુંમાન લગાવ્યું છે કે,આ વર્ષે ચોમાસું ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધી રહેવાની શક્યાતા છે.
ત્યારે હાલની પરિસ્થિતિ જો જોવા જઈએ તો બિહારના પટનામાં વરસાદે આખા શહેરને ઘમરોળ્યું છે,ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અત્યાર સુધી કેટલાક લોકોના મોત થઈ ચૂક્યા છે તો કેટલાક લોકો ઘરથી બેઘર થઈ ગયા છે ત્યારે 4 ઓક્ટોબરે પણ દેશભરમાં ભારથી ભારે વરસાદની ગાહી કરવામાં આવી છે.